મહીસાગર કલેક્ટર કચેરીનાં સભાખંડ ખાતે કચેરી સ્વચ્છતા અભિયાન અન્વયે રિવ્યુ બેઠક યોજાઇ
મહીસાગર કલેક્ટર કચેરીનાં સભાખંડ ખાતે કલેક્ટરશ્રી ભાવિન પંડ્યાના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા અભિયાન અન્વયે બેઠક યોજાઇ હતી. જેમાં કચેરી સ્વચ્છતાના મુખ્ય છ પેરામીટર્સ વિશે વાત કરતાં કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, કચેરીમાં ફાઇલ વર્ગીકરણ, તુમાર નિકાલ, બિન ઉપયોગી ભૌતિક વસ્તુઓનો નિયમાનુસાર નિકાલ તેમજ પોતાની કચેરી આસપાસનાં વિસ્તારને સુંદર બનાવવાનું આયોજન કરવા બાબતે સૌ અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું. કચેરી સ્વચ્છતા અભિયાનમાં પ્રત્યેક કચેરીનાં વડાને પોતાની કચેરીની સ્વચ્છતા બાબતે કામગીરી કરી રિપોર્ટીંગ કરવાનું રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઝુંબેશ અન્વયે તાલુકા તથા જિલ્લા કક્ષાએ સમિતીની રચના પણ કરવામાં આવી છે. જે સમિતી વિવિધ કચેરીઓ દ્વારા કરવામાં આવેલી સ્વચ્છતા કામગીરીની સમીક્ષા કરશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચંદ્રકાંત પટેલ,નિવાસી અધિક કલેક્ટરશ્રી સી વી લટા,આરોગ્ય અધિકારીશ્રી, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.