લાઈફ ઇન્સ્યોરન્સ ભરવા ઓટીપી મેળવી યુવાનના એકાઉન્ટમાંથી ગઠિયાએ રૂ।.60 હજાર ઉપાડી લીધાં - At This Time

લાઈફ ઇન્સ્યોરન્સ ભરવા ઓટીપી મેળવી યુવાનના એકાઉન્ટમાંથી ગઠિયાએ રૂ।.60 હજાર ઉપાડી લીધાં


શહેરના સામા કાંઠે જુના માર્કેટિંગ યાર્ડ સામે આવેલી બાલકૃષ્ણ સોસાયટીમાં રહેતા પટેલ યુવાન પાસેથી લાઈફ ઇન્સ્યોરન્સ ભરવા ઓટીપી મેળવી યુવક સાથે રૂ।.60477ની છેતરપિંડી કરી હોવાનો બનાવ સાયબર ક્રાઇમ પોલીસ ચોપડે નોંધાયો છે.આ બનાવમાં સાયબર ક્રાઇમ એસીપી વિશાલ રબારીની રાહબરીમાં પીઆઇ કે.જે.રાણા અને તેમની ટીમ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે.
વધુ વિગતો મુજબ, જુના માર્કેટિંગ યાર્ડ સામે સંતકબીર રોડ રોડ બાલકૃષ્ણ સોસાયટી શેરી નંબર.24માં હસ્તી બ્યુટી પાર્લર નામના મકાનમાં રહેતા અને નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા રવિભાઈ વશરામભાઈ ચોવટીયા નામના 33 વર્ષના પટેલ યુવાને ફ્રોડ ટેલીફોન નંબર +18602676789 ના ધારક તેમજ તપાસમાં ખુલે તેની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી તેમજ આઇટી એક્ટ હેઠળ સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. રવિભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે કટારીયા મારુતિ શોરૂમમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેની પાસે ડી.બી.એસ. બેન્કનું ક્રેડિટ કાર્ડ છે.
તેઓને ગઈ તા.26/5ના રોજ ડી.બી.એસ બેન્કના કર્મચારીની ઓળખ આપી ક્રેડિટ કાર્ડમાંથી લાઈફ ઇન્સ્યોરન્સના રૂ।.19959 કપાવવાના છે જણાવી તેમની પાસેથી મોબાઈલમાંથી ઓટીપી માંગી પ્રથમ રૂ।.19959 અને બાદમાં રૂ।.40518 ઉપાડી લઈ કુલ રૂ।.60477 નું ફ્રોડ આચાર્યુ હતું. આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ ફરિયાદી રવિભાઈએ જણાવ્યું હતું કે, તપાસ કર્તા અધિકારીના જણાવ્યા મુજબ જે ખાતામાં આ પૈસા ક્રેડિટ થયા તે દિલ્હીના રવિન્દ્રકુમારનું બેન્ક એકાઉન્ટ છે. હાલ પોલીસની ટીમ દિલ્હી જવા રવાના થશે તેવું જાણવા મળી રહ્યું છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.