ભગતસિંહ ગાર્ડન પાછળ પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત
ભગતસિંહ ગાર્ડન પાછળ 22 વર્ષીય પરિણીતાએ વહેલી સવારે પડોશમાં રહેતી બહેનપણીને વોટસએપ મેસેજ કરી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પ્રાપ્ત વિગત મુજબ, યુનિવર્સિટી રોડ પર ભગતસિંહ ગાર્ડન પાછળ આવાસ કવાર્ટરમાં રહેતા સંધ્યાબેન યદેવભાઇ રામાવત (ઉ.વ.22) આજે સવારે પોતાના ઘરે હતા
ત્યારે પડોશમાં રહેતી તેની બહેનપણી ચાંદનીબેનને વોટસએપ મેસેજ કરી કહ્યું કે તું જાગી ગઇ છો, તો સામેથી ચાંદનીએ પુછયું હા અને તું શું કરે છે કહેતા સંધ્યાએ હું ચા બનાવું છું મેસેજ કર્યો હતો. ત્યારે ચાંદનીએ તુ ચા બનાવ હું તારા ઘરે આવું છું, મેસેજ કર્યો હતો. બાદમાં સંધ્યાએ પંખાના હુકમાં ચુંદડી વડે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. દરમિયાન તેના ઘરે પહોંચેલી ચાંદનીએ દરવાજો ખોલતા સંધ્યા લટકતી જોવા મળતા આક્રંદ મચાવ્યો હતો.
બાદમાં એકઠા થયેલ લોકોએ 108ને જાણ કરતા 108ની ટીમે તપાસી પરિણીતાને મૃત જાહેર કરી હતી. બાદમાં જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઇ ભગીરથસિંહ ખેર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી બનાવનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી. વધુમાં મળેલ વિગત મુજબ મૃતકના લગ્ન બે વર્ષ પહેલા થયેલ હતા અને તેના પતિ સીસીટીવી કેમેરા ફીટીંગનું કામ કરે છે તેમજ મૃતક તામસી સ્વભાવની હોવાનું સામે આવ્યું હતું. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.