રાજકોટમાં વંદેભારત ટ્રેન પર પથ્થર ફેંકાયો: કાચમાં તિરાડ: રાજય ગૃહમંત્રી હર્ષ સંઘવી પ્રવાસ કરતા હતા: ખળભળાટ - At This Time

રાજકોટમાં વંદેભારત ટ્રેન પર પથ્થર ફેંકાયો: કાચમાં તિરાડ: રાજય ગૃહમંત્રી હર્ષ સંઘવી પ્રવાસ કરતા હતા: ખળભળાટ


ગત રાત્રીના રાજકોટ નજીક પસાર થતી વંદે ભારત ટ્રેન ઉપર પથ્થર ફેંકવામાં આવ્યો હતો. આ ટ્રેનમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પ્રવાસમાં હોય તેવા સમયે ટ્રેન ઉપર પથ્થર ફેંકવાની ઘટના સામે આવતા રેલવે પોલીસ અને અધિકારીઓએ તપાસ હાથ ધરતા ખળભળાટ મચી ગયો હતો.
આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર ગત રાત્રે વંદે ભારત ટ્રેન અમદાવાદથી નિર્ધારીત સમયે ઉપડી હતી જેમાં રાજયના ગૃહ મંત્રી હર્ષ સંઘવી રાજકોટ આવી રહ્યા હતા આ ટ્રેન રાત્રે 9 કલાક આસપાસ જુના લાખાજીરાજ સ્ટેશન પર પસાર થતી હતી ત્યારે એક પથ્થર કોચની બારી ઉપર ફેંકાતા કાચમાં તિરાડ પડી હતી. ચાલુ ટ્રેનમાં પથ્થર ફેંકાયો હોવાની પેસેન્જરે રેલવે તંત્રને જાણ કરતા તપાસ થતા સી-4 કોચની એક બારીમાં નિરાડ જોવા મળી હતી.
આ અંગે રેલવે પોલીસ અને અધિકારીઓએ તાબડતોબ તપાસ કરતા પ્રાથમીક તપાસમાં ઝુંપડપટીના કોઈ બાળકે રમત રમતમાં ટ્રેન પર પથ્થર ફેંકી ટ્રેનના કાચને નુકશાન પહોંચાડયાનું ખુલ્યું હતું કોઈ મોટુ ષણયંત્ર કે ગૃહ મંત્રી હુમલો કરવાની કોઈ ગંભીર બાબત ફલીત થઈ ન હતી. જેથી અધિકારીઓ અને પોલીસે હાશકારો અનુભવ્યો હતો.
ગૃહમંત્રી સાથે પસાર થતી વંદે ભારત ટ્રેન ઉપર પથ્થર ફેંકયાની ઘટનાને પગલે ખળભળાટ મચી ગયો હતો. આ બનાવમાં કોઈ મુસાફરોને ઈજા થવા પામી ન હતી માત્ર કોચની બારીના કાચમાં તિરાડ પડી હતી.

વંદેભારત ટ્રેન પર પથ્થર ફેંકાયો કે ટ્રેક પરથી છટકીને આવ્યો? પોલીસે તપાસ હાથ ધરી
ગઈકાલે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી અમદાવાદથી રાજકોટ વંદેભારત ટ્રેનમાં મુસાફરી કરી રાજકોટ પહોંચ્યા હતા. ત્યારે વાંકાનેરથી રાજકોટ વચ્ચે ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે લાખાજીરાજ સ્ટેશન નજીક ટ્રેન પર પથ્થર ફેંકાયાનો બનાવ સામે આવ્યો હતો જે મામલે રેલ્વે તંત્ર અને પોલીસે તપાસ હાથ ધરી હતી.
પોલીસના સુત્રોએ જણાવ્યું હતું કે, વંદેભારત ટ્રેનની બાજુમાંથી પસાર થતી ટ્રેનના કારણે ટ્રેક પરથી પથ્થર ઉડીને આવ્યો હોય તેવું પ્રાથમીક તારણ બહાર આવ્યું હતું. હાલ પોલીસે ટ્રેન પર પથ્થર ફેંકયો છે કે ટ્રેક પરથી છટકીને આવ્યો છે? તે અંગે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.