જસદણમાં પંથકમાં જળ સંપતિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયે નર્મદાના પાંચ વાલ્વ ખોલાવતા ચેકડેમ અને નદીઓ વહેતી તથા કુવા બોરના તળ ઊંચા આવશે ખેડૂતો ખુશ ખુશખુશાલ
જસદણમાં પંથકમાં જળ સંપતિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયે નર્મદાના પાંચ વાલ્વ ખોલાવતા ચેકડેમ અને નદીઓ વહેતી તથા કુવા બોરના તળ ઊંચા આવશે ખેડૂતો ખુશ ખુશખુશાલ
લાલકા ની વાવ માધવીપુર શિવરાજપુર ગધેથળ હડમતીયા ગઢડીયા જસદણ શહેર પંથકમની નદીઓ તથા ચેક ડેમમાં પાંચ વોલ્વો માંથી પાણી શરૂ થતા મંત્રી નૉ આગૅવાનૉ ઍ આભાર માન્યો
જસદણ વિછીયા ના ધારાસભ્ય અને જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા જસદણ શહેર તેમજ પંથકમાં નર્મદાના પાંચ વાલ્વ ખોલાવતા પૂર્વ નગરપતિ ધીરુભાઈ ભાયાણી પૂર્વ નગર સેવક નરેશભાઈ ચોહલીયા અગ્રણી નિલેશભાઈ ઢોલરીયા તથા લાલકા ની વાવ માધવીપુર શિવરાજપુર ગઢડીયા જીન પાસે ગધેથળ હડમતીયા તથા જસદણ શહેરના ખેડૂતોએ કુંવરજીભાઈ બાવળિયા નો હૃદય પૂર્વક આભાર પ્રગટ કર્યો હતો આ તમામ પાંચેય વાલ્વ અલગ અલગ દિશામાં ખુલવામાં આવ્યા તેની મુલાકાતે ધીરુભાઈ ભાયાણી નરેશભાઈ ચોહલીયા નિલેશભાઈ ઢોલરીયા સહિતના આગેવાનો એ સ્થળ ની રૂબરૂ મુલાકાત કરી હતી અને તમામ જાણકારી નાની સિંચાઈ ના વાલમેન દેવચંદભાઈ મકવાણા ને સાથે રાખી અને મેળવી હતી વાલ્વ નંબર એક લાલકા ની વાવ થી માધવીપુર શિવરાજપુર થઈ ગઢડીયા નદીમાં તેમજ વાલ્વ નંબર 2 માધવીપુર શિવરાજપુર ગઢડીયા થઈ ત્રીજો વોલ્વો જીન પાસે ચોથો વોલ્વો ગધેથડથી શિવરાજપુર હડમતીયાથી ગઢડીયા આમ તમામ નદી ચેકડેમ અને નાળાઓ છલકાયા અને અંતે આ પાણી જસદણની આડી ભાદાર ખાનપર રોડની ભાદર સુધી ચેક ડેમો ભરાછૅ અને આ નદીઓ ચાલુ થશે તેથી આ તમામ ગામો તેમજ જસદણ શહેરના આ વિસ્તારના ખેડૂતોને રવિ પાકમાં મહત્તમ ફાયદો થશે અને કુવાબોરના તળ ઊંચા આવશે આ ઉપરાંત ઈલેક્ટ્રીક મોટર અને મશીન દ્વારા પણ ખેડૂતો પાણી લઈ રહ્યા છે આ તકે આ તમામ ખેડૂતોએ તથા આગેવાનોએ ધારાસભ્ય શ્રી અને મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા નો કોટી કોટી આભાર પ્રગટ કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.