એક દિવસમાં 15 મિલકત સીલ રૂપિયા 35.18 લાખની ઉઘરાણી
ટાર્ગેટ અધૂરો રહેતા વેરા શાખાએ ડિસેમ્બરમાં જોર લગાવ્યું
લાતી પ્લોટમાં બે શેડ સીલ કરવા જતા 16 લાખ ભરી દીધા
રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખાએ મે મહિના બાદ ફરીથી બાકી વેરાની વસૂલાત કરવા માટે દોડાદોડ આદરી છે. ટેક્સ ક્લેક્શનના લક્ષ્યાંકને પહોંચી વળતા રિકવરી સેલની રચના કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ્ય બારે મહિના વેરાની વસૂલાત કરવાનો હતો. જોકે બે જ વર્ષમાં ફરીથી વેરા વસૂલાત શાખા વર્ષમાં બે વખત ઉઘરાણી કરવા પર આવી છે અને ડિસેમ્બર આવતા જ દોડાદોડ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.