આંગણવાડી કાર્યકર અને તેડાગર મહિલાઓ હડતાળ નો અંત આવ્યો છે - At This Time

આંગણવાડી કાર્યકર અને તેડાગર મહિલાઓ હડતાળ નો અંત આવ્યો છે


અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ ના પ્રમુખશ્રી તેમજ સંઘ ના અન્ય ચાર ઉચ્ચ હોદ્દેદારોની હાજરીમાં કમિશ્નર શ્રી આઇ સી ડી એસ. સાથે ખુબજ લંબાણ પૂર્વક તમામ પ્રશ્ને ચર્ચા કરવામાં આવેલ છે. ખુબજ હકારાત્મક માહોલ માં ચર્ચાયેલ મુદ્દા અનુસાર
1-. માનદ વેતન ના પ્રશ્ને કેન્દ્ર સરકાર ને દરખાસ્ત કરવામાં આવશે.
2- આંગણવાડી નો સમય 10-00 વાગ્યા થી રહેશે.
3-. આઇ સી ડી એસ સિવાયની કામગીરી ઉપર નિયંત્રણ મુકાશે.
4-.. પોષણ સુધા માં ભાવ વધારો કરવામાં આવશે.
5-, માત્ર આઠ પ્રકારના રજીસ્ટર ની કામગીરી કરવાની રહેશે જે રજીસ્ટર કચેરી દ્વારાજ છપાઈ ને આપવામા આવશે. સમયાંતરે તેમાં ઘટાડો કરવામાં આવશે.
6- તમામ પ્રકારના બીલ નિયમિત ચુકવવા પ્રયત્ન કરાશે. મકાન ભાડા આજેજ ચુકવી દેવામાં આવેલ છે.
7 - મીની આંગણવાડીમાં તેડાઘર મુકવામાં આવશે.
8-- ખાલી જગાઓ સત્વરે ભરી દેવામાં આવશે જે બાબતે આવેલ અરજીઓ ની ચકાસણી પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવેલ છે.
9-- નિવૃત્તિ સમયેજ ગ્રેજ્યુઈટી નુ ચુકવણું થાય તેવી પ્રથા લાગુ કરવામાં આવશે.
10-- વેતન સમયસર મળી રહે તેનું ખાસ ધ્યાન રાખી અગ્રતાના ક્રમે તેનું ચુકવણું કરવામાં આવશે.
11- નોટિસ આપી વ્યાજબી કાર ણ સિવાય પગાર કપાત જેવા પગલાં પર નિયંત્રણ લાવશે.
આમ સંઘ ના તમામ પ્રશ્ને કમિશ્નર શ્રી ના હકારાત્મક પ્રતિભાવ ને ધ્યાને લઇ તેમજ સરકારશ્રી ના વિકાસ લક્ષી કાર્યક્રમો ને સમર્થન હેતુ. તમામ આંગણવાડી કાર્યકર તેડાગર ના હિતલક્ષી અને સભ્યોના સમર્થન ની અપેક્ષાએ. આજરોજ તા.5-12-23ને મંગળવાર ના રોજ અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા કરવામાં આવી રહેલ તમામ પ્રકારની હડતાલ પરત ખેંચવામાં આવેછે.
તા.6-12-23થી તમામ સભ્યો પોતાની ફરજ રાબેતા મુજબ બજાવશે. હવે પછી યુનિયન ના આદેશ સિવાય કોઈ સભ્ય પોતાની રીતે નિર્ણય લઈ હડતાળ લક્ષી કોઈ કાર્યક્રમ માં ભાગ લેશે નહિ જેની નોંધ લેવી.
હડતાળ લક્ષી કાર્યક્રમ દરમિયાન હિમ્મતભેર ભાગ લઈ ડર્યા સિવાય યુનિયન ના આદેશનું પાલન કરનાર તમામનો હું અંતઃકરણ પૂર્વક આભાર માંનુછ, તેમજ તાલુકા, જિલ્લા, પ્રદેશના જે હોદ્દેદારોએ રાત દિવસ જોયા સિવાય તન મન ધન થી સહકાર આપી સંઘ ને પુરા ગુજરાત માં પ્રસરાવી તેની ખ્યાતિ વધારી છે તેઓ ખરેખર ધન્યવાદને પાત્ર છે તેઓની મહેનત અને વફાદારી ને હું સલામ કરુંછું. સમગ્ર હડતાળ દરમિયાન વિકટ પરિસ્થિતિમાં પણ આઇ સી ડી એસ ના અધિકારીઓ દ્વારા સંયમ પૂર્વક વ્યવહાર કરવામાં આવેલછે તેઓ નો પણ હું આ તબક્કે આભાર માનુછું. ભાવનગર જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા સમર્થન આપી હડતાળ માં જોડાવવા બદલ તેઓ નો પણ ખૂબ ખૂબ આભાર માનુછું.
અંતમાં એટલું ચોક્કસ કહીશ કે કરેલું ફોગટ જતું નથી. તમોએ કરેલી મહેનત અને સંગઠન શક્તિ જ તમોને કામ આવશે. માટે સંગઠીત રહેજો..
કિરણ કવિ . પ્રમુખ
અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ
શું સરકાર આ આંગડીયા કાર્યકર અને તેડાગર મહિલાઓ લોલીપોપ તો નથી આપી ને કારણ કે આ સ્ત્રી શક્તિ છે જ્યારે જ્યારે અન્યાય થાય ત્યારે જ મહિલાઓ પોતાના હક માટે સરકાર સામે માં ગ કરે છે એક મુદો રહી ગયો હતો કે નોકરી ના ફરજ પૂર્ણ થયા તે પછી કોઈ માહિતી માંગવી નહી કારણ કે સરકાર ને આગળ પાછળ કોઈ નથી એટલે રાત્રી ના સમયે બાર વાગ્યા કે પરિપત્ર જારી ના કરાય ‌તે સમજવાની જરૂર છે આ બાબત સરકાર એ પોતે વિચારવાની કરવાની જરૂર છે?????


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.