માળીયા હાટીના તાલુકાની નામાંકિત લીમડા ચોક રાસ મંડળનું માળીયા હાટીના રેલ્વે સ્ટેશન ખાતે કર્યું સ્વાગત
તા.23/ 11 /23 થી 29/11/23 તારીખ ના રોજ માળીયા હાટીના ગામ નું નામ રોશન કરનારી ટીમ એવી લીમડા ચોક રાસ મંડળના ભાઈઓ, યુવા વિકાસ કેન્દ્ર અગરતલા ત્રિપુરા ખાતે સંકૃતિક કાર્યક્રમમાં ભારત સરકાર, ગુજરાત સરકારના , ત્રિપુરા સરકારના આમંત્રણનું માન આપી ત્રિપુરા ખાતે હેરિટેજ ફેસ્ટ 2023ના પોગ્રામ માં મણિયારો રાસ, ઢાલ તલવાર રાસ, તલવારબાજી, લાઠી દાવ સહિત પોતાની કલાથી રમઝટ થી ધૂમ મચાવ્યુ હતું
લીમડા ચોક રાસ મંડળ ત્રિપુરા ખાતે માળીયા હાટીના તાલુકાનું ગૌરવ વધારી ત્રિપુરા થી માળીયા હાટીના વતન પરત ફરતા રેલ્વે સ્ટેશન ખાતે લીમડા ચોક રાસ મંડળના ભાઈઓનું પ્રમુખ મુળુભાઈ સીસોદીયા, બાવકુભાઈ કામળિયા, ભરતભાઈ સીસોદીયા એ પુષ્પહાર પહેરાવી સ્વાગત કરેલ હતું
આ તકે આ કલાના 40 વર્ષ જુના જાણીતા બાવકુ ભાઈ કામળિયા ને લીમડા ચોક રાસ મંડળ ના પ્રમુખ મુળુભાઈ સીસોદીયા એ પુષ્પહાર પહેરાવી સન્માન કરેલ હતું
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.