રેલનગરમાં 1010 આવાસ માટે 7665 ફોર્મ ઉપડી ગયા - At This Time

રેલનગરમાં 1010 આવાસ માટે 7665 ફોર્મ ઉપડી ગયા


મનપા દ્વારા વોર્ડ નં.3માં રેલનગરમાં બનનારા 1010 આવાસની ફાળવણી માટે ફોર્મ વિતરણ શરૂ થયું છે અને અત્યાર સુધીમાં 7665 ફોર્મનું વિતરણ થઇ ગયાનું પદાધિકારીઓએ જણાવ્યું છે સાથે જ સાડા પાંચ લાખની કિંમતના આવાસ માટે તા. રર સુધીમાં અરજી કરવા જણાવ્યું છે. શહેરીજનો માટે ઘરના ઘરની ચિંતા કરતા મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર નયનાબેન પેઢડીયા,
ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે. ચેરમેન જયમીનભાઈ ઠાકર, કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, હાઉસિંગ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણીએ જણાવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઇએસડબલ્યુ-2 કેટેગરીના કુલ-1010 આવાસોની ફાળવણી કરવા અરજીઓ મંગાવવામાં આવેલ છે. આ આવાસ શહેરના રેલનગર વિસ્તારમાં ઘનશ્યામ બંગ્લોઝ તથા વેરહાઉસ પાસે નિર્માણ પામનાર છે.
જેમાં, 40 ચો.મી.ના બાંધકામમાં સગવડતા જોઈએ તો, રૂમ-1, સ્ટડીરૂમ-1, રસોડું, હોલ, વોશ એરિયા, બાથરૂમ, ટોઇલેટની સગવડતા રહેશે. આ આવાસોની કિંમત રૂ.5.5 લાખ તથા રૂ.60 હજાર મેઈન્ટેનન્સ ખર્ચ મળી રૂ.6.10 લાખ રહેશે અને અરજદારે દસ્તાવેજનો ખર્ચ અલગથી ભોગવવાનો રહેશે. વાર્ષિક રૂ.3 લાખ કે તેથી ઓછી આવક ધરાવનાર અરજદાર શહેરમાં કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓ તથા કોર્પો.ના તમામ સિવિક સેન્ટર ખાતે રૂબરૂ મુલાકાત લઈ અરજી કરી શકશે.
અરજી ફોર્મની કિંમત રૂ.100 છે તેમજ અરજી જમા કરાવતી વખતે ડીપોઝીટની રકમ રૂ.10,000 જમા કરાવવાની રહે છે. આ આવાસો માટે આવેલ અરજીઓનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરી આવાસની ફાળવણી કરવામાં આવશે. આવાસ માટે પસંદગી પામનાર લાભાર્થીને રૂ.30 હજારના એકસરખા 18 માસિક હપ્તાથી રકમ ભરપાઈ કરવાની રહેશે. આવાસ માટે અરજી કરવાની અંતિમ તા. 22-12 હોય વધુમાં વધુ શહેરીજનોને લાભ લેવા અનુરોધ અને અપીલ કરવામાં આવી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.