રખડતા શ્વાનના ટોળાએ માસુમ બાળકીને ફાડી ખાધી !
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં બનેલી ઘટનાથી કઠોરમાં કઠોર હૈયુ પણ હચમચી ઉઠે! પાંચ વર્ષની માસુમ બાળા પર રખડતા 8 થી 10 શ્વાનના ટોળાએ હુમલો કરી અનેક બચકા ભરતા બાળકીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું. બાળા પોતાના માસીના ઘરે રમવા જઈ રહી હતી.ત્યારે ઘટના બનેલી, બનાવના પગલે ભકિતનગર પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો.બાળકીના શરીરના એક-એક ભાગ પર અનેક બચકાના નિશાન હતા.બાળકીને શ્વાનનું ટોળુ ઢસડીને વોંકળા કાંઠે લઈ ગયું હતું.બચકા ભરતા શ્વાનને જોઈ જતા રાહદારીએ તેને તગડવા અને બાળકીને છોડાવવા પ્રયત્ન કરેલો પણ શ્વાન તેને પણ બચકાં ભરવા પાછળ દોડયા હતાં.આ અરેરાટી મચાવતી ઘટનાની વિગત મુજબ, મૃતક બાળકીનું નામ મોની કલીમ સૈયદ (ઉ.વ.5) હતું. બાળકીનો પરિવાર મૂળ ઉત્તરપ્રદેશનો વતની છે. પિતા કલીમ સૈયદને સંતાનમાં બે પુત્રો અને બે પુત્રી છે જેમાં મૃતક મોની ત્રી નંબરની હતી. પિતા કલીમ ચાની હોટલમાં કામ કરે છે. અહીં રાજકોટમાં પરિવાર જંગલેશ્ર્વરના ખ્વાજા ચોક નજીક મફતીયાપરામાં રહે છે. ગઈકાલે સાંજે 7 વાગ્યે બાળકી મોની તેના ભાઈ બેચેન સાથે પાસે જ રહેતા માસી નઈમાબેનના ઘરે રમવા માટે જતા હોય છે.
ત્યારે વોકળાં નજીક શેરીમાં અચાનક 8 થી 10 શ્ર્વાસનું ટોળું ધસી આવે છે.અને ભસવા લાગે છે. પ્રથમ એક શ્વાન મોની પર હુમલો કરતા ડરી ગયેલો ભાઈ બેચેન દોડીને ઘરે જઈ પોતાની માતાને વાત કરે છે. આ તરફ 8 થી 10 ડાધીયા કુતરાં બાળકી પર હુમલો કરે છે. ગળા સહિતના ભાગે બચકાં ભરી લેતા બાળકી જમીન પર ઢળી પડે છે. શ્વાનનું ટોળુ બાળકીને ઢસડીને વોંકળા કાંઠે લઈ જાય છે. આ દરમિયાન કોઈ રાહદારીની નજર પડે છે કે, કોઈ વસ્તુને શ્ર્વાન બચકાં ભરે છે. તે ત્યાં દોડીને જાય છે. જુએ છે તો બાળકીને શ્વાન બચકા ભરતા હોય છે. તે રાહદારી શ્વાનને તગડયા પ્રયત્ન કરે છે. પણ શ્વાન તેને પણ બચકાં ભરવા દોડે છે. ત્યાં મોનીની માતા તેની પુત્રીને શોધવા આવે છે. અને અન્ય લત્તાવાસીઓ પણ ભેગા થઈ જાય છે. ડાધીયા કુતરા ભાગી ગયા હોય છે કોઈએ 108માં જાણ કરતા 108ના ઈએમટીએ આવી બાળકીને સ્થળ પર જ મૃત જાહેર કરતા હાજર સૌ સ્તબ્ધ થઈ ગયા હતાં.બાળકીની માતાએ પોંક મુકી કલ્પાંત કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. ભકિતનગર પીઆઈ એમ.એમ.સરવૈયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દોડી ગયો હતો.પોલીસે પંચનામાની કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં ડાધીયા કુતરાંના જાય સાથે તંત્ર આવા શ્વાનને પકડતું ન હોય રોષ પણ ફેલાયો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.