મહીસાગર અભયમ ટીમે ઘરેથી નીકળી ગયેલ અસ્થિર મગજની સગીરાનું પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું
મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ મહિલા હેલ્પલાઈનમાં કોલ કરીને સગીરાને મદદ કરવા જણાવેલ હતું. જેની જાણ થતા ડ્યુટી પર હાજર અભયમ ટીમ ઘટના સ્થળ પર પહોંચી જાગૃત નાગરિક સાથે પૂછપરછ કરતા જણાવેલ કે આ બેન બે દિવસથી આ ગામમાં ફરે છે અને લોકોને જોઈને ડરીને ભાગી જાય છે. ગામના પાણીના ટાંકા પાસે સગીરા નાહીને બેઠા હતા ત્યારે જઈને પૂછતા કોઈ જવાબ આપ્યો નહીં. જેથી આસ મહિલા સાથે કોઈ દૂર ઉપયોગ ના કરે તે માટે ૧૮૧ મહિલાહેલ્પલાઇનમાં કોલ કરેલ હતો. અભયમ ટીમે સગીરા સાથે પૂછપરછ કરતા જણાવેલ કે તેઓ ચાર પાંચ દિવસથી પિયર ગયેલ હતા. જેમાં બે ત્રણ દિવસથી સાસરીમાં આવવા નીકળેલ જેમાં રસ્તો ભૂલી જતા આ ગામમાં આવી ગયેલ હતા. અભયમ ટીમે સગીરા નહી સાસરીનું ગામ પૂછી સરપંચ દ્વારા ટેલીફોનિક વાતચીત કરી પતિને પૂછપરછ કરતા તેઓ આ ગામના છે તેમ જણાવ્યું હતું. જેથી સગીરાને સાસરીમાં જઈ પતિ સાથે વાતચીત કરતા જણાવેલ કે કે અસ્થિર મગજના હોવાથી તેમના પત્ની કોઈને જાણ કર્યા વગર વારંવાર ઘરેથી નીકળી ગયા તેમ જણાવ્યું હતું.
ભીખાભાઇ ખાંટ
લુણાવાડા
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.