બોટાદ જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં પોલીસ કર્મીઓ દ્વારા સફાઇ ઝુંબેશ
બોટાદ જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં પોલીસ કર્મીઓ દ્વારા સફાઇ ઝુંબેશ
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત બોટાદ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મીઓ દ્વારા સફાઇ ઝુંબેશ કરવામાં આવી હતી. પોલીસ કર્મીઓએ પોલીસ સ્ટેશન પરિસર તેમજ આજુબાજુના વિસ્તારોની સફાઈ માટે શ્રમદાન કર્યુ હતું.આગામી 2જી ઓકટોબરના રોજ મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહ્વાન કરવામાં આવ્યું હતું.ત્યારે દેશના નાગરિક તરીકે આપણી પણ ફરજ છે વહીવટી તંત્રની કામગીરીને પ્રોત્સાહન આપીએ અને આપણી આસપાસ સ્વચ્છતા જાળવીએ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.