ધંધુકા તાલુકાના પચ્છમ ગામેથી શંકાસ્પદ સીરપની કુલ 129 બોટલો સાથે એક વ્યક્તિ ઝડપાયો.
ધંધુકા તાલુકાના પચ્છમ ગામેથી શંકાસ્પદ સીરપની કુલ 129 બોટલો સાથે એક વ્યક્તિ ઝડપાયો.
ધંધુકાના પચ્છમ ગામની લાવરી શેરીમાંથી આયુર્વેદિક સીરપની અલગ અલગ બ્રાન્ડની કુલ 129 બોટલો સાથે એક વ્યક્તિ પર ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ.
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગાંધીનગર દ્વારા પાઠવેલ ઠરાવ આધારે આયુર્વેદિક માદક સીરપ અંગેની કાર્યવાહી કરવા બદલનો પત્ર પાઠવેલ છે. તેમાં ગઈ કાલના રોજ અમદાવાદ ગ્રામ્ય એલ. સી. બી તથા ધંધુકા પોલીસ પંથકના પોલીસ અધિકારીઓ સાથે કામગીરીમાં હતા તે સમયે ધંધુકા-ફેદરા પહોંચતા ચોક્કસ બાતમી મળતા પચ્છમ ગામ લાવરી શેરી ખાતે એક ઈસમ આયુર્વેદિક સીરપ વેચાતો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પચ્છમ ગામ લાવરી શેરી ધંધુકા ખાતે એ. ડી. સી બેન્કની સામે આવેલ વહાણવટી pan સેન્ટર ચલાવે છે તે દુકાનમાં નશાકારક સીરપનો જથ્થો રાખે છે જે સીરપનું સેવન કરનાર લોકોને નશો થતો હોય છે તે નશાકરક પીણાંની બોટલોનો જથ્થો તેમના દુકાન અને રહેણાંક મકાનમાં પડેલ જોવા મળ્યો હતો. આમ ઈસમનું નામઠામ પૂછતાં તેમને જયવંતસિંહ મનુભા ઝાલા રહે લાવરી શેરી પચ્છમ જણાવેલ હતું. તેમજ દુકાનમાંથી અલગ અલગ બ્રાન્ડની કુલ 9 અને મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડની 120 એમ કુલ મળીને 120 બોટલો કબ્જે લીધી હતી જેની કિંમત રૂપિયા 19350 છે. ઈસમ વિરુદ્ધ ધંધુકા પંથકમાં ફરિયાદ નોંધી ધોરણસર તપાસ હાથ ધરાઈ છે.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.