રૂરલ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ અમદાવાદ દ્વારા પ્રતિવર્ષ શ્રીમતી નન્દિનીબેન પી. દિવેટીઆ રૂરલ રિહેબિલિટેશન એવોર્ડ ફોર ડિસેબલ્ડ-2023નું આયોજન કરવામાં આવે છે - At This Time

રૂરલ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ અમદાવાદ દ્વારા પ્રતિવર્ષ શ્રીમતી નન્દિનીબેન પી. દિવેટીઆ રૂરલ રિહેબિલિટેશન એવોર્ડ ફોર ડિસેબલ્ડ-2023નું આયોજન કરવામાં આવે છે


રૂરલ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ અમદાવાદ દ્વારા પ્રતિવર્ષ શ્રીમતી નન્દિનીબેન પી. દિવેટીઆ રૂરલ રિહેબિલિટેશન એવોર્ડ ફોર ડિસેબલ્ડ-2023નું આયોજન કરવામાં આવે છે જેમાં સ્વરોજગાર ઇચ્છુક દિવ્યાંગોનું સન્માન કરવામાં આવે છે અને એમને રૂ.15,000/- સ્વરોજગાર માટે આપવામાં આવે છે. 3જી ડિસેમ્બર એટલે આંતરરાષ્ટ્રીય વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે ગુજરાત અને મહારાટ્ર માંથી કુલ 27 દિવ્યાંગજનોની આ એવોર્ડ માટે પસંદગી થયેલ હતી જેમાં તેમણે સ્વરોજગારી માટે રૂ.15000/- રોકડ પુરકાર તરીકે આપવામાં આવ્યાં હતાં. એવોર્ડ લેવા આવેલ દિવ્યાંગોને સવારે સ્વપ્રોત્સાહન માટે યોગનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનાં મુખ્ય મહેમાન તરીકે પૂજય સ્વામી શ્રી નિખીલેશ્વરાનંદજી (પ્રમુખશ્રી રામક્રિષ્ણ મિશન, રાજકોટ), ડૉ.અમીબેન યાજ્ઞિક (રાજ્ય સભા સભ્ય) અને શ્રીમતી મુક્તાબેન ડગલી(સમાજ સેવક) હાજર રહ્યાં હતાં. સંસ્થાના અધ્યક્ષશ્રી પી.જે.દિવેટીઆએ આવેલ દિવ્યાંગજનોને માનસિક રીતે મજબુત થવા અનુરોધ કર્યો. મા.અમીબેને દિવ્યાંગ ભાઇ-બહેનોના પ્રશ્નો યુનાઇટેડ નેશન્સ સુધી લઇ જવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. સ્વામીજીએ આ કામની સરાહના કરી અને સ્વામી વિવેકાનંદજીના ચિંતનના કેટલાંક પ્રસંગો કહી આગળ વધવા અનુરોધ કર્યો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.