પેટલાદ તાલુકાના ભારેલ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો
*પેટલાદ તાલુકાના ભારેલ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો...*
*તા.2.12.2023ના રોજ ભારેલ ગામ પંચાયત દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સવારે 11.00 કલાકે પ્રાથમિક શાળા ભારેલમાં શાનદાર અને ભવ્ય સ્વાગત કરી કાર્યક્રમ યોજવામાં આવ્યો.આ કાર્યક્રમ ગ્રામ પંચાયતના તલાટી ,સરપંચ,અને ડેપ્યુટી સરપંચ તેમજ પ્રાથમિક શાળા ભારેલના સાથ સહકારથી ભવ્ય આયોજન કરી ખૂબ ઉત્સાહ ભર્યા માહોલમાં ભવ્ય આયોજન થયું હતું.આ પ્રસંગે આરોગ્ય ટીમ,આંગણવાડીના કર્મચારીઓ,પંચાયતના સભ્યો,ગામના લાભાર્થીઓ,શાળાનો સમગ્ર સ્ટાફ તેમજ તાલુકામાંથી વિશેષ માર્ગદર્શન અને મોનીટરીંગ શ્રી માધવસિંહ પરમાર,તાલુકા વિકાસ અધિકારી શ્રી,મામલતદાર સાહેબ તેમજ વિસ્તરણ અધિકારી શ્રીઓ ખડે પગે હાજર રહી આયોજનમાં ખૂબ માર્ગદર્શન આપેલ અને હાજર રહેલ હતા.લાભાર્થીઓએ પ્રતિભાવો આપ્યા હતા.વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ હતું.આવેલ મહેમનોમાં પેટલાદના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ સાહેબે ખૂબ હર્ષની લાગણી વ્યક્ત કરી સૌને અભિનંદન પાઠવ્યા હતા.વડાપ્રધાન મોદી સાહેબની યોજનાઓ અને સિદ્ધિઓ અંગે પ્રકાશ પડ્યો હતો.સૌએ લાભ લેવો .વિકસિત ભારત માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા.કાર્યક્રમનું સંચાલન પ્રકાશભાઈ મેકવાન અને ઘનશ્યામભાઈ ગોહિલે કર્યું.અંતમાં ગ્રામ પંચાયતના તલાટી બેનશ્રી ગીતાબેન પરમારે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.કાર્યક્રમના અંતમાં આવેલ ગ્રામજનો અને મહેમાનોને અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો.*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.