છોકરા રમાડવા મામલે ઝઘડો થયાં બાદ રીક્ષાચાલક પર સાળાનો છરીથી ગુપ્તાંગ પર હુમલો - At This Time

છોકરા રમાડવા મામલે ઝઘડો થયાં બાદ રીક્ષાચાલક પર સાળાનો છરીથી ગુપ્તાંગ પર હુમલો


પોપટપરા શેરી નં.10 માં છોકરા રમાડવા મામલે રીક્ષા ચાલક યુવાન પર સગા તેના સાળા સહિત ત્રણ શખ્સોએ છરીથી હુમલો કરી ગુપ્ત ભાગે ગંભીર ઇજા પહોંચતા લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે પ્ર.નગર પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી. બનાવ અંગે પોપટપરા શેરી નં.10 માં સરકારી શાળા પાસે રહેતાં સાહીલભાઈ દોસ્તમહમદભાઈ કંટીયા (ઉ.વ.40) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે તેના સાળા સાબુદિન (રહે. કોઠારીયા સોલ્વન્ટ), નજીર ઉર્ફે નજો અને મુસ્તાક (રહે.બંને મોરબી) નું નામ આપતાં પ્ર. નગર પોલીસે આઇપીસી કલમ 323,324,506(2), 504,114 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હાથ કે, તેઓ રિક્ષા ડ્રાઇવિંગ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. ગઈકાલે સવારના તેઓની પુત્રી તથા તેમના ભાઈ એનાયતના સંતાનો સાથે રમતા હોય ત્યારે છોકરા રમાડવા બાબતે મારી પત્નિએ મારા ભાઇ સાથે બોલાચાલી કરી સવારના દસેક વાગ્યે પોતાના પિતાના ઘરે ચાલી ગઇ હતી. બાદમાં અગ્યારેક વાગ્યે મારા સાળા સાબુદિનનો ફોન આવેલ અને ફોનમા ગાળો દેવા લાગેલ અને કહેલ કે, આજે તને જાનથી મારી નાખવો છે જેથી તેઓએ પણ ગાળો દિધેલ હતી.
ત્યારબાદ સાંજના છએક વાગ્યે તેઓ ઘરે હતાં ત્યારે તેમનો સાળો સાબુદિન સાથે તેના કાકા નજીર ઉર્ફે નજો અને પિતરાઈ ભાઈ મુસ્તાક ઇક્કો કારમાં ઘસી આવેલ અને ગાડીમાંથી ઉતરી ફરિયાદીના ભાઈ એનાયતને ફડાકા ઝીંકી દિધા હતાં. જેથી તેઓએ સાબુદિનને કહેલ તેનો શું વાંક છે કહેતાં જ ઉશ્કેરાઈને સાબુદિને નેફામાથી છરી કાઢીને બે -ત્રણ ઘા ગુપ્ત ભાગે અને શરીરમાં ઝીંકી દેતાં તેઓ લોહીલુહાણ થઈ ગયાં હતાં. બાદમાં ત્રણેય શખ્સો કારમાં બેસી નાસી છૂટ્યા હતાં. બાદમાં ઈજાગ્રસ્ત યુવાનને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતાં. બનાવ અંગેની ફરિયાદ પરથી પ્ર. નગર પોલીસ મથકના પીએસઆઈ કે.એસ.ભાગોરા અને સ્ટાફે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.