દામનગરના આશાસ્પદ – સેવાભાવી યુવાન પ્રકાશભાઈ આચાર્યનું
"દામનગરના આશાસ્પદ - સેવાભાવી યુવાન પ્રકાશભાઈ આચાર્યનું મૃત્યુ થતાં ઘેરા શોકની લાગણી." જન્મ અને મૃત્યુ સંસારનો નિયમ છે, પરંતુ જ્યારે કોઈપણ જાતની બીમારી ન હોય અને અચાનક સમાજ વચ્ચેથી નાની ઉંમરે વ્યક્તિની વિદાય થાય ત્યારે સહજ દુઃખ થવું સ્વાભાવિક હોય છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં હાર્ટ એટેકથી મૃત્યુ થવાના બનાવો બની રહ્યાં હોય ચિંતાનો વિષય છે,ખેર આયુષ્યનો કોઈ ઉપાય નથી હોતો..!! દામનગરમાં રહેતા બ્રહ્મ સમાજના આચાર્ય પરિવારના દિલીપભાઈ,રમેશભાઈ,બળવંતભાઈ અને અતુલભાઈના નાનાભાઈ પ્રકાશભાઈ ( ઉ. વ.- ૩૮ ) ગત રાત્રે બુધવારે રાત્રે ૧૧ વાગ્યાના સુમારે પોતાના ઘર પાસે બેઠા હતાં ત્યારે અચાનક છાતીમાં દુખાવો થતા,સારવાર મળે તે પહેલાજ ગણત્રીની મિનિટોમાં જ પ્રભુને પ્યારા થઈ જતા,દામનગર શહેરમાં અને સમસ્ત બ્રહ્મ સમાજ પરિવાર અને વિશાળ મિત્ર વર્તુળ અને આચાર્ય પરિવારમાં દુઃખની લાગણી છવાઈ ગઈ હતી.સ્વ. ની અંતિમ વિધિમાં નગરજનો હાજર રહીને સ્વ. પ્રકાશભાઈને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.( અતુલ શુક્લ.)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.