15,25 અને 50 ટકા વ્યાજ વસુલતા વ્યાજખોરોના ત્રાસથી ચિરાગ પરમારનો આપઘાતનો પ્રયાસ - At This Time

15,25 અને 50 ટકા વ્યાજ વસુલતા વ્યાજખોરોના ત્રાસથી ચિરાગ પરમારનો આપઘાતનો પ્રયાસ


રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ જાણીતો છે. ત્યારે વ્યાજંકવાદીઓની ચુંગાલમાં ફસાયેલ એક યુવાને આપઘાતનો પ્રયાસ કરતા તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. યુવાને અનેક લોકોના નામ લખી સ્યુસાઇડ નોટ લખી છે. જાણવા મળતી વિગત મુજબ, શહેરના શાસ્ત્રી મેદાનમાં ગત રાત્રે 10.30 વાગ્યે ચિરાગ મહેન્દ્ર પરમાર (ઉ.વ. 31)એ ફીનાઇલ ગટગટાવી લેતા તેને સારવાર અર્થે દાખલ કરાયો હતો.
તેમના પરિવારજનોના જણાવ્યા મુજબ, ચિરાગ વીમા કંપનીમાં એજન્ટ તરીકે નોકરી કરે છે. અને પરિવાર સાથે ગોવર્ધન ચોકમાં 150 ફુટ રીંગ રોડ પર આવેલી સ્કાય હાઇટ્સ બિલ્ડીંગમાં રહે છે. સાઇબર ફ્રોડનો ભોગ બનતા તેણે પાડોશી દર્શન સાપાવડીયાને વાત કરી રૂપિયાની જરુરીયાત હોવાનું જણાવતા દર્શનના મિત્ર હાર્દિક કાપલા પાસેથી 8 લાખ વ્યાજે લીધા હતાં. જે પછી તે વ્યાજના ચૂંગાલમાં ફસાયેલ ચિરાગે સ્યુસાઇડ નોટમાં જણાવ્યા મુજબ હાર્દિક-દર્શનને 14 લાખ કટકે કટકે ચુકવ્યા, દર્શનના પિતા હસુભાઇ પાસેથી પાંચ લાખ લીધેલા
પહેલા 15 ટકા, પછી 25 ટકા અને પછી હાર્દિકના પાર્ટનર દિપેન્દ્રસિંહ વઘાસીયાએ 50 ટકા વ્યાજે રુપિયા આપેલ આરોપીઓ દારૂ પીને માર મારતા ઘર સુધી વાત ન પહોંચે એટલે ગમે તેમ મેળ કરી વ્યાજ ચુકવતો. સંજય ગમારા તેમના જ ગ્રુપના હતા. જેના કારખાના પાસે માર મારેલ, દિપભાઇ પટેલ પાસેથી 10 ટકા અને 35 ટકા વ્યાજે રુપિયા લીધેલા, યોગીભાઇ કોટેચા પાસેથી પણ રુપિયા લીધેલા, હરિધવા માર્ગ પર અમુલ ડેરીના કાર્તિકભાઇ ગાજીપરાએ 6 લાખ આપેલા, તેને 9 લાખ ચુકવ્યા તો પણ ઉઘરાણી કરતા. સ્યુસાઇડ નોટમાં ચિરાગે વધુમાં કહ્યું છે કે, ગુંદાવાડીના વેપારી નયનભાઇ ઉદેશી પાસેથી 8 લાખ લીધા
તે 10 ટકા વ્યાજે લેતા, ભાવેશભાઇ ભરડવા, મિત્ત ગણાત્રા એમ અનેક લોકો પાસેથી રુપિયા લીધેલા, તેને પરત કરવા ધીમે ધીમે ચુકવી દઇશ તેમ મનાવતો પણ તે લોકો પણ ફરી જતા હતા. પછી વાત ઘર સુધી પહોંચી. દિવાળીએ ભાઇ વિશાલને માર માર્યો, હું રાજકોટથી બહાર જતો રહેલો પણ વિશાલને માર માર્યાના છાપામાં સમાચાર વાંચી રાજકોટ આવ્યો. વિશાલને મળતા ખ્યાલ આવ્યો કે, આ લોકોએ મમ્મી-પપ્પાને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી છે. જેથી હવે આ બધુ મારાથી સહન થતું નથી. વગેર લખાણ લખી ચિરાગે આપઘાતનો પ્રયાસ કરેલો. પ્ર.નગર પોલીસે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.