જસદણમાં પશુપતિનાથ એનિમલ પેરેડાઇઝ સંસ્થાના અનેક સફળતાપૂર્વક ઓપરેશન - At This Time

જસદણમાં પશુપતિનાથ એનિમલ પેરેડાઇઝ સંસ્થાના અનેક સફળતાપૂર્વક ઓપરેશન


જસદણ શહેરમાં કોઈપણ જરૂરિયાતમંદ પ્રાણીઓને વાગ્યું હોય કે અકસ્માત થયો હોય તે રખડતા ઢોર બીમાર પડ્યા હોય જેવા અનેક જરૂરિયાતમંદ પ્રાણીઓને જતનમાં ચાલતી પશુપતિનાથ એનીમલ પેરેડાઇઝ સંસ્થા ખૂબ જ સુંદર મજાનું કાર્ય કરી રહી છે અને સેવા માટેનું ઉત્તમ ઉદાહરણ હાલ બની રહી છે જે સંસ્થામાં દિગ્વિજયસિંહ ગોહિલ, કલ્પેશ્વર છાયાણી, યશપાલસિંહ ગોહિલ, ગોસાઈ મિલનગીરી, કૌશિકભાઈ વાઘેલા, યશભાઈ વાઘેલા, સિરોળીયા શૈલાભાઈ તથા ઘણા બધા સદસ્યો આ સંસ્થામાં જરૂરિયાત મંદ બીમાર પશુઓની રાત દિવસ જોયા વગર ખૂબ જ સારી અને ઉમદા કામગીરી કરી રહ્યા છે અને આ તમામ સદસ્યો નો હેતુ અને સંસ્થાનો ઉદ્દેશ જોઈએ છે કે માણસ પોતાના મુખ વડે કોઈ પણ પ્રશ્ન બોલી શકે છે પણ આ પૃથ્વી ઉપર મૂંગા પશુઓને પણ વસવાટ કરે છે તેથી જ્યારે આ મૂંગા પશુઓને કોઈ તકલીફ થતી હોય અથવા અકસ્માત સર્જાણો હોય તે પશુઓ બીમાર હોય ત્યારે તે પશુઓ બોલી શકતા નથી જેનું સારવાર કરી અને કામ કરવું તે સૌથી મોટી સેવા કહેવાય જે ઉદેશ્ય સાથે જસદણમાં પશુપતિનાથ એનિમલ ફેરેડાઇઝ સંસ્થા હાલ કામ કરી રહી છે તેમજ જસદણ શહેર તેમજ આસપાસ વિસ્તારમાં જો કોઈ પશુઓ બીમાર હોય તો આ સંસ્થા નો હેલ્પલાઇન નંબર 9510940043 ઉપર જાણ કરવા સંસ્થાના સદસ્ય દિગ્વિજયસિંહ જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે જસદણ શહેરમાં અનેક સમજુ નાગરિકો પોતાના જન્મદિવસ અથવા કોઈ સ્વર્ગસ્થ થયા હોય ત્યારે અમારી સંસ્થામાં આર્થિક રીતે સહયોગ આપે છે જે સહયોગને લઈને તમે વધુમાં વધુ સારું કામ કરીએ છીએ અને અમે સારવાર કરેલ તમામ પશુઓ સ્વસ્થ થાય છે જેનો અમને ખૂબ ગર્વ છે અને આવી જ રીતે સહયોગ મળતા અમને વધુ કામ કરવાનો ઉત્સાહ અને ઉમંગ ચડે છે.

રીપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.