શ્રી મોરારિબાપુના સાનિધ્યમાં તલગાજરડા માં સંતવાણી સન્માન અને સંગોષ્ઠિ સાથે યોજાયા વિવિધ કાર્યક્રમો
શ્રી મોરારિબાપુના સાનિધ્યમાં તલગાજરડા માં સંતવાણી સન્માન અને સંગોષ્ઠિ સાથે યોજાયા વિવિધ કાર્યક્રમો
મહુવા ૩૦ શ્રી મોરારિબાપુના સાનિધ્યમાં તલગાજરડામાં સંતવાણી સન્માન અને સંગોષ્ઠિ સાથે યોજાયા વિવિધ કાર્યક્રમો શ્રી ચિત્રકૂટધામ તલગાજરડામાંશ્રી મોરારિબાપુના સાનિધ્યમાં સંતવાણી સન્માન અને સંગોષ્ઠિ સાથે સમૂહ લગ્ન વગેરે વિવિધ કાર્યકમો યોજાઈ ગયા. શ્રી પ્રભુદાસબાપુની પુણ્યતિથિ પ્રસંગે દર વર્ષની માફક યોજાયેલ વિવિધ ઉપક્રમોમાં સંતવાણી સન્માન કાર્યક્રમમાં શ્રી મોરારિબાપુના હસ્તે સંત કવિ શ્રી ધનાભગત જગ્યા ધોળાના પ્રતિનિધિ શ્રી બાબુ ભગત, ભજનિક શ્રી ભારતીબેન વ્યાસ, સંગીતકારો શ્રી અબુબકર મામદમીર, શ્રી મહેશભાઈ વાઘેલા અને શ્રી નાગજીભાઈ સરવૈયાને સંતવાણી સન્માન પદક અર્પણ કરાયા. શ્રી મોરારિબાપુએ સંતવાણી, ભજન અને રામ તત્વ વિશે મનનીય છણાવટ ચિંતન રજૂ કરેલ.અહી સન્માનિત તથા અન્ય કલાકારો દ્વારા સંતવાણી આરાધના રજૂ થઈ હતી.અહી શ્રી નાથાલાલ ગોહિલના 'સંતવાણી શબ્દકોશ' અને શ્રી તખુભાઈ સાંડસુરના પ્રકાશનોનું લોકાર્પણ કરાયું હતું. આ સાથે યોજાયેલ 'ભજન વિચાર સંગોષ્ઠિ'માં શ્રી નાથાલાલ ગોહિલના મુખ્ય ઉદ્બોધન સાથે શ્રી દલપત પઢિયાર તથા શ્રી રમેશ મહેતા દ્વારા સંબંધિત પરિચય રજૂ થયેલ.અહી માણભટ્ટ શ્રી ધાર્મિકલાલ પંડ્યા દ્વારા આખ્યાન ગાન લાભ મળ્યો.શ્રી નીતિનભાઈ વડગામા તથા શ્રી હરિશ્ચંદ્ર જોષીના સંચાલન સાથે આ કાર્યક્રમ સાથે સંતવાણી આરાધકો દ્વારા ભજનગાન કરવામાં આવેલ. સવારે અહીંયા સમૂહલગ્નનું મંગળ આયોજન થયું હતું, જેમાં શ્રી મોરારિબાપુએ આશિષ પાઠવ્યા હતા.આ વિવિધ કાર્યક્રમોમાં વિદ્વાનો, સાહિત્યકારો અને રસિકો જોડાયા હતા.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.