વિસાવદર મામલતદાર ઓફિસે ગીરકાંઠાના જાંબુથાળા ગામના રહેવાસીદ્વારા ઉપવાસ આંદોલન - At This Time

વિસાવદર મામલતદાર ઓફિસે ગીરકાંઠાના જાંબુથાળા ગામના રહેવાસીદ્વારા ઉપવાસ આંદોલન


વિસાવદર મામલતદાર ઓફિસે
ગીરકાંઠાના જાંબુથાળા ગામના રહેવાસીદ્વારા ઉપવાસ આંદોલન ગીરજંગલ ના જાંબુથાળા ગામ કે જે ગામ જંગલખાતાના નિયમ મુજબ સેટલમેન્ટ નું ગામ છે ત્યાં વસવાટ કરતા 200વ્યક્તિ ઉપર જાંબુથાળા મા રહેતા હોઈ ત્યારે જંગલમાસેટલમેન્ટ ગામ તરીખે જાંબુથાળા ગામ હોઈ અને ત્યાં રહેતા લોકોને પોતાને પડતી મુશ્કેલીઓ જેવીકે લાઈટ પાણી તેમજ બાળકો ને અભ્યાસ કરવા માટેની કોઈસુવિધા નહોય ત્યારે સેટલમેન્ટ ગામ હોઈ જેથી ત્યાં રહેતા લોકો ને ત્યાં આવતા મહેમાનો ને જંગલ ખાતા દ્વારા રોકવામાં આવેછે તે ઉપરાંત ખેતી ધરાવતા લોકો ને કુદરતી વાવાજોડા કે કમોસમી વરસાદ મા સહાય મળતી નહોય સેટલ મેન્ટ ગામની અંદર વન્ય પ્રાણીદ્વારા હિંસક હુમલા મા ધવાયેલ તેમજ મૃત્યુ થયેલ પરિવાર ને વળતર ચૂકવવું તેમજ ખેત ઓજાર રાખવા માટે ગોડાઉન બનાવવા ની મન્જુરી આપવી તેમજ લોકશાહી મા મતદાન છે તે મહાનદાન હોઈ તો સેટલમેન્ટ ગામ ને હિસાબે મતદાન મથક પણ 21કિમિ દૂર પડતું હોઈ તો જાંબુથાળા મા મતદાન મથક ઉભુંકરીને ત્યાંજ મતદાન કરવાનો અધિકાર મળે તેવી અલગ અલગ પંદર માંગણી ઓ સાથે નું આવેદન પત્ર જાંબુથાળા ના રહેવાસી ઓ દ્વારાપ્રાંત અધિકારી વિસાવદર મામલતદાર તેમજ એસીએફ તેમજ વિસાવદર પોલીસ ને આવેદન પત્ર આપીને ચીમકી ઉંચારી છે જો સેટલમેન્ટ ગામ જાંબુથાળા ના પ્રશ્નનો યોગ્ય ઉકેલ દિવસ પંદર મા નહીં આવેતો ગાંધી ચિંધ્યા માર્ગઆંદોલન ની ચીમકી ઉંચારેલ હતી ત્યારે આવેદન પત્ર નાજણાવ્યા મુજબ જાંબુથાળા નાપીડિત રહેવાસી તેમજ અન્ય સમાજ ના આગેવાનો તેમજ ગ્રામ પંચાયત ના સરપંચ તેમજ તાલુકા કોંગ્રેસ ના ટેકા સાથે ઉપવાસ આંદોલન કરેલ છેત્યારે વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરસન વડોદરિયા દ્વારા શાસક પક્ષ નીનીતિ રીતિ ની નિંદા કરીને આંદોલન ને ટેકો જાહેર કરેલ હતો

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.