વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સુચારુ આયોજન માટે બેઠક યોજાઇ. અરવલ્લી જીલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો થશે શુભારંભ. - At This Time

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સુચારુ આયોજન માટે બેઠક યોજાઇ. અરવલ્લી જીલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો થશે શુભારંભ.


આપણે સૌ સાથે મળીને આપણા અરવલ્લી જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ને સફળ બનાવીશું ,વધુમાં વધુ લોકો યોજનાઓનો લાભ લે તેવી અપીલ : કલેક્ટરશ્રી.

૩૦ નવેમ્બર ૨૦૨૩, આવતીકાલથી ભિલોડા, મેઘરજ અને બાયડ તાલુકામાં વિકસિત ભારત યાત્રા નો શુભારંભ થશે.

અરવલ્લી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વિકસિત ભારતની સંકલ્પના સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રાના સુચારુ આયોજન અને આ યાત્રા દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં કલ્યાણકારી યોજનાઓ લાભાર્થીઓ સુધી સીધી પહોંચાડવાના વડાપ્રધાનના સંકલ્પને જન-જન સુધી લઈ જવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની 17 જેટલી કલ્યાણકારી યોજનાઓનો લાભ આ યાત્રા દરમિયાન આપવામાં આવશે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સુચારૂ સંચાલન માટે અરવલ્લી સેવાસદન ખાતે મળેલી બેઠકમાં કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીકએ જણાવ્યું કે, આ યાત્રા દરમિયાન સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો પાત્રતા ધરાવતા નાગરિકોને આપવાના છે.

અરવલ્લી કલેક્ટરશ્રી દ્વારા બેઠકમાં જરૂરી સૂચનો કરવામાં આવ્યા અને હાજર પદાધિકારીશ્રીઓ ને પણ પોતાના વિસ્તારમાં વધારે લોકો જોડાઈ તેવી અપીલ કરવામાં આવી. અને અધિકારીશ્રીઓને સૂચન કરતા જણાવ્યું કે, તાલુકાઓમાં રથ ફરશે અને ઘર આંગણે મળશે , જેનાથી કલ્યાણકારી યોજનાઓનો લાભ લઇ શકશે. તાલુકા કક્ષાએ સંકલ્પ યાત્રાના મોનીટરીંગ સંકલન તેમજ અન્ય તમામ આનુંસંગિક કામગીરી સંબધિત તાલુકા વિકાસ અધકારીશ્રીઓ અને મામલદારશ્રીઓ એકબીજાના સંકલનમાં રહીને સુવ્યવસ્થિત રીતે આ કામગીરી કરવામાં આવે અને જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોને આવરી લેતી આ યાત્રામાં બે “રથ” તેના નિયત રૂટ મુજબ પરિભ્રમણ કરશે અને 'વિકસિત ભારત, સંકલ્પ યાત્રા' હેઠળ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના જન-જન સુધી સરકારની વિવિધ યોજનાઓની માહિતી પહોંચાડવામાં આવશે જેમ દરેક સહભાગી થાય ,જેના થકી લોકો સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા પ્રેરિત થાય તેવું જણાવ્યું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેન કેડિયા,નિવાસી અધિક કલેક્ટરશ્રી એન. ડી. પરમાર, ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી આર. એન. કુચારા, નગરપાલિકા પ્રમુખશ્રી નીરજ શેઠ અને તાલુકા પ્રમુખશ્રીઓ અને અન્ય સંગઠનના પદાધિકારિશ્રીઓ અને સંકલનના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.