રાજકોટમાં એરોસ્પેસ સેન્ટર બનશે,20થી 25 એકર જગ્યા શોધવા કવાયત - At This Time

રાજકોટમાં એરોસ્પેસ સેન્ટર બનશે,20થી 25 એકર જગ્યા શોધવા કવાયત


હિરાસર અને રામપર બેટીમાં બે જગ્યા વિકલ્પ તરીકે રખાઈ

સરકારમાંથી સૂચના આવતા એરપોર્ટ આસપાસ જગ્યા ફાળવવા આયોજન

સૌરાષ્ટ્ર માટે વધુ એક આશીર્વાદરૂપ નજરાણાની ભેટ આપવા તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં અદ્યતન એરોસ્પેસ સેન્ટર બનાવવા વહીવટી તંત્ર દ્વારા ચક્રો ગતિમાન કરાયા છે. જોકે આ બાબતે વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા મૌન સેવી લેવામાં આવ્યું છે ત્યારે આ એરોસ્પેસ સેન્ટર હિરાસર ખાતે આવેલા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે જ બનાવવામાં આવશે તેમ જાણવા મળે છે. ભીતરના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ ખાતે અદ્યતન એરોસ્પેસ સેન્ટર બનાવવા માટે જગ્યા ફાળવવા સરકારમાં સૂચના આપવામાં આવી છે. આ એરોસ્પેસ સેન્ટર હિરાસર એરપોર્ટ પાસે જ બનાવવાનું હોય ઉચ્ચ અધિકારીઓ દ્વારા 20થી 25 એકરની જગ્યા શોધવા તાકીદ કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.