કબુતરને બચાવવા જતાં વિજ-શોક લાગતાં 13 વર્ષીય તરૂણ દાઝયો - At This Time

કબુતરને બચાવવા જતાં વિજ-શોક લાગતાં 13 વર્ષીય તરૂણ દાઝયો


ભગવતીપરા નજીક રેલ્વે સ્ટેશન પાસે કબુતરને બચાવવા જતાં વિજશોક લાગતાં 13 વર્ષીય તરૂણ ગંભીર રીતે દાઝતા સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડાયો હતો.પ્રાપ્ત વિગત મુજબ, ભગવતી પરા-22માં રહેતો સોનુ જીતેન્દ્રભાઈ પાસવાન (ઉ.વ.13) ગઈ કાલે સાંજના છ વાગ્યાની આસપાસ જુના મોરબી રોડ પર ભગવતીપરા નજીક રેલ્વે સ્ટેશન પાસે પારા પાસેથી મીત્રો સાથે પસાર થતો હતો.ત્યારે ત્યાં વિજ પોલપર એક કબુતર બે-ભાન હાલતમાં પડેલ હોય તેને બચાવવા જતાં તેને વિજ-કરંટ લાગતાં તરૂણ શરીરે ગંભીર રીતે દાઝયો હતો.
જેને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં મીત્રોએ ખસેડયો હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે બી.ડીવીઝન પોલીસને જાણ કરી હતી. વધુમાં પોલીસના સુત્રોએ જણાવ્યું હતું કે તરૂણ મુળ મધ્યપ્રદેશનો વતની છે. અને ધો.8માં અભ્યાસ કરે છે. તેમજ બે ભાઈ ત્રણ બહેનમાં નાનો છે. બનાવ અંગે પોલીસે તરૂણનું નિવેદન નોંધવા તજવિજ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.