વેરાવળ-પ્રભાસ પાટણ જોડીયા નગરમાં 554મી ગુરુનાનક જયંતીની ભવ્ય ઉજવણી કરાઇ, પ્રભાત ફેરી, કીર્તન, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા
વેરાવળ-પ્રભાસ પાટણ જોડીયા નગરમાં 554મી ગુરુનાનક જયંતીની ભવ્ય ઉજવણી કરાઇ, પ્રભાત ફેરી, કીર્તન, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા
રાત્રે દીપમાલા સાથે નગરકીર્તન, આતશબાજી સાથે કેક કાપી ગુરુનાનક દેવના અવતાર દિવસની ઉજવણી કરાઇ
વેરાવળમાં 554મી ગુરુનાનક જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રભાસ પાટણમાં ચોગાન ચોક ખાતે આવેલ સિંધી વંડી માં કીર્તન તેમજ લંગરપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. વેરાવળમાં વહેલી સવારે લિલાશાહ નગરથી સ્વામી શાંતિ પ્રકાશ હોલ સુધી પ્રભાત ફેરી, કીર્તન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ 11 કલાકે ભોગ સાહેબ, કીર્તન બપોરે 1 કલાકે સમૂહ લંગર પ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે શહેરના ટાવર ચોક, લીલાશાહ નગર, અંબાજી મંદિર રોડ, હાઉસિંગ સોસાયટી, બજરંગ સોસાયટી, 80 ફૂટ રોડ , 60 ફૂટ રોડ થઇ, ગુરૂનાનક ચોક, બિહારી નગર થઈ કરમચંદ બાપા ચોક સહિતના રાજમાર્ગો પરથી શોભાયાત્રા નીકળી હતી.જેમાં સિંધી સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત રાત્રે 11 કલાકે ગુરુ ગ્રંથ સાહેબની સવારી સાથે ભવ્ય દીપમાલા સાથે વિશેષ નગરકીર્તન યોજાયું હતું. જ્યારે રાત્રે 12 કલાકે સ્વામી શાંતિપ્રકાશ હોલ ખાતે વિવિધ સ્પર્ધાઓ, 1:20 કલાકે જયજયકાર અને ફટાકડાની આતશબાજી સાથે ગુરુનાનક દેવના જન્મદિવસની કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.