કમોસમી માવઠું
કમોસમી માવઠું - અને વીજળી રાણીએ ગુજરાતમાં કહેર મચાવ્યો.દામનગરમાં સવાર થી સાંજ સુધીમાં દોઢ ઈંચ. ગયા ઉનાળાના દિવસોમાં માવઠું થયું હતું ત્યારે કરા પડ્યા હતા.જ્યારે આ શિયાળામાં માવઠાની આગાહી મુજબ ગત રોજ રવિવારે કાર્તિકી પૂર્ણિમાના દિવસે સમગ્ર ગુજરાતમાં પવન સાથે માવઠું વરસતા સાથે - સાથે વીજળી પડતા નુકશાન - નુકશાન થતા વાયું પ્રદૂષણ અને સૃષ્ટિ વિરુદ્ધના નિયમોનું પરિણામ ચોક્કસ પણે કહી શકાય ...!! દામનગરમાં પણ માવઠું વરસતા સવાર થી સાંજ સુધીમાં અંદાજે દોઢેક ઈંચ વરસી જતા,તેમજ નજીકના ગામોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યું હતું.( અતુલ શુક્લ દામનગર.)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.