જસદણમાં દુધના ધંધાર્થીઓએ હનિટ્રેપમાં ફસાવી વીસ હજારની રકમ પડાવી: વધું લાખોની માંગણી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
સૌરાષ્ટ્રમાં સોશ્યલ મીડિયાના કારણે હનીટ્રેપના કિસ્સાઓમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે ત્યારે જસદણનાં બજરંગનગર તલાવડી વિસ્તારમાં રહેતા દૂધના ધંધાર્થીને ઘરે દૂધ આપવાના બહાને બોલાવી મહિલાએ દૂધના ધંધાર્થી સામે કપડા કાઢી નાખી દેકારો કરી મુકયા બાદ હનીટ્રેપમાં ફસાવી બળાત્કારના કેસની ધમકી આપી અગાઉ 20 હજાર પડાવ્યા બાદ વધુ ચાર લાખની માંગણી કરતાં અંતે દંપતિ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, જસદણનાં બજરંગનગર તલાવડી વિસ્તારમાં રહેતાં દૂધના ધંધાર્થી વશરામભાઈ રવજીભાઈ છાયાણી (ઉ.52) નામના પટેલ પ્રૌઢે પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે બજરંગનગરમાં રહેતા વલ્લભભાઈ પ્રેમજીભાઈ જસાણી અને તેની પત્ની પ્રભાબેન વલ્લભભાઈ જસાણીના નામ આપ્યા છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી જસદણ ટાઉનમાં છુટક દૂધની ફેરી કરી વેચાણ કરતાં હોય અને આરોપીના ઘરે પણ દૂધ આપતાં હોય ગત તા.1-11-2023નાં આરોપી પ્રભાવનાબેને ફોન કરી ફરિયાદીને ઘરે એક લીટર દૂધ આપી જવા અને દૂધનો હિસાબ લઈ જવા કહ્યું હતું. હિસાબ આપવાનું કહેતા ફરિયાદી દૂધ લઈ આરોપીના ઘરે પહોંચ્યા હતાં આ વખતે આરોપી મહિલાએ ઘરમાં બોલાવી સેટી પર બેસાડી તેની સામે કપડા ઉતારવા લાગી હતી અને પોતાની સાથે શરીર સંબંધ બાંધવા કહ્યું હતું. આ વખતે મહિલાએ તેના મોબાઈલમાંથી કોઈને ફોન પણ કર્યો હતો અને બાદમાં દેકારો કરી મુકતા આરોપીનો પતિ ઘરે આવી ગયો હતો અને આ શું કરો છો તેમ કહી ઝઘડો કર્યો હતો. બાદમાં ફરિયાદી ત્યાંથી નીકળી ગયા બાદ આરોપીએ ફોન કરી પોલીસ કેસ કરવાની ધમકી આપી 3-11-2023નાં 30 હજારની માંગણી કરી હતી. જે પેટે ફરિયાદીએ જયદીપ ચોકમાં 20 હજાર રૂપિયા આરોપીને આપ્યા હતાં. ત્યારબાદ આરોપીઓએ ફોન કરી બળાત્કારના કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપી વધુ ચાર લાખની માંગણી કરી ફોન ઉપર ધમકી આપતાં હોય આ તમામ ધમકી ભર્યા ફોનનું આપતાં હોય આ તમામ ધમકી ભર્યા ફોનનું ફરિયાદીએ રેકોર્ડીંગ કરી લીધા બાદ અંતે જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે હનીટ્રેપનો ગુંનો નોંધી વધુ વિશેષ તપાસ પીઆઈ ટી.બી.જાની સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે અને આરોપી દંપતિની ધરપકડ કરવાની ચક્રોગતિમાન કર્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.