દામનગર : ચીતલ મુકામે ૯૯મો નેત્ર નિદાન કેમ્પ યોજાઈ ગયો. ૫૮ દર્દીઓએ લાભ લીધો.
દામનગર : ચીતલ મુકામે ૯૯મો નેત્ર નિદાન કેમ્પ યોજાઈ ગયો. ૫૮ દર્દીઓએ લાભ લીધો.
વિદ્યા ભારતી ટ્રસ્ટ, ચિતલ અને શ્રી રણછોડદાસ હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે તા.૨૬-૧૧-'૨૩ ને રવિવારે ચિતલ સરસ્વતી વિદ્યામંદિર ખાતે અમરેલી મધ્યસ્થ બેંકના બ્રાન્ચ મેનેજર સુરેશભાઈ તળાવીયાની અધ્યક્ષતામાં ૯૯મો નેત્ર નિદાન કેમ્પ મોતીભાઈ લક્ષ્મીકાંત્ત કાનાણી ના સહયોગથી યોજાઈ ગયો. અમરેલી તાલુકા પંચાયતના ચેરમેન શ્રી જે.બી. દેસાઈ અને નાગદેવતા મંદિર, અમરેલીના મહંત શ્રી હાર્દીકગિરિ બાપુના વરદ હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવેલ.૫૮ દર્દીઓની આંખ તપાસવામાં આવેલ જે પૈકી ૧૮ દર્દીઓને મિતિયોના ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવેલ.
આ કેમ્પમાં મુખ્ય મહેમાન તરીકે અમરેલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુરેશભાઈ પાથર, વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા સેવા પ્રમુખ યુવરાજસિંહ પલવાર, વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્રના ઉપાધ્યક્ષ વિજયભાઈ દેસાઈ, ગાયત્રી મંદિર ટ્રસ્ટ અમરેલી ના ટ્રસ્ટી હિરેનભાઈ ચાવડા ,મહિલા અગ્રણી રંજનબેન ડાભી, ઉપ સરપંચ રઘુવીરસિંહ સરવૈયા અને આગેવાનોએ હાજરી આપી હતી.
કેમ્પને સફળ બનાવવા માટે દીનેશભાઈ મેશીયા ,બિપીનભાઈ દવે, ઉકાભાઈ દેસાઈ, ખોડભાઈ ધંધુકિયા, છગનભાઈ કાછડીયા,રાજુભાઈ ધાનાણી ,બકુલભાઈ ભીમાણી, કાળુભાઈ અસલાલિયા, સહિત કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન સંસ્થા ના પ્રમુખ ઈતેશભાઈ મહેતાએ કરી સૌનો આભાર વ્યક્ત કરેલ. ( અહેવાલ - અતુલ શુક્લ દામનગર.)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.