સુરેન્દ્રનગર જિલ્લામાં કમૌસમી વરસાદ ખાબકતા ખેડૂતો બન્યા ચિંતિંત
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
જીરું વરીયાળી ચણા ઘંઉ મેથી અજમો રાયડો એંરડા અને ઈસબગુલમાં મોટી નુકસાનીની ભિતી
આજે સવારથી સમગ્ર ઝાલાવાડ પંથકમાં કમૌસમી વરસાદ ચાલુ થયેલ હોય જેમાં ખેડૂતો ના જીવ તાળવે ચોટી ગયા છે હાલ ધીમીધારે વરસાદ સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ છે ત્યારે સરલાના ખેડૂતો અને આગેવાન ગણપતભાઈ પટેલ દ્વારા જણાવ્યું હતું કે ખાસ નુકસાન વરીયાળી ચણા જીરુંના પાકને થશે તો ખેડૂતોને ખાસ કવચ સાથે સહાય ચુકવવી જોઈએ સાથે જિલ્લા કીસાન કોંગ્રેસના રામકુભાઈ કરપડાએ જણાવ્યું હતું કે મોટું નુકસાન ખેડૂતોને આવશે અને માવઠાનો માર સહન કરવો પડશે ખાસ ચણા ના પાક ઉપર નુકસાન રહેશે વરીયાળી વધુ નુકસાન થશે ત્યારે ખેડૂતો મા કહેવત છે કે ચણા ઉપર પાણા પડજો પણ પાણી ન પડે આ બાબતે સરકારમાં રજુઆત કરવામાં આવશે અને ખેડૂતોને વળતર માટે માંગ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું હાલ તો ખેડૂતો ઉપર માવઠાનો માર પડયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.