ડભોડામાં અવૈધ સંબંધોની શંકા રાખી જીવલેણ હુમલો કર્યો
ગાંધીનગરના ડભોડામાં પત્નીને અન્ય પુરુષો સાથે અવૈધ હોવાની શંકાનો કીડો મોડી રાતે સળવળાટ કરવા માંડતા પતિએ ધારદાર દાતરડાં વડે માથામાં જીવલેણ હૂમલો કર્યો હતો. તેમ છતાં સંતોષ નહીં થતાં પતિએ આડેધડ દાતરડાંનાં ઘા ઝીંકીને પત્નીનો અંગૂઠો પણ કાપી નાખ્યો હોવાની ફરિયાદ ડભોડા પોલીસ મથકના ચોપડે નોંધવામાં આવી છે. ગાંધીનગરના ગામના બુટાકીયા ગોગા મહરાજના મંદિર પાસે અવૈધ સંબંધોની શંકા રાખી પતિએ પત્ની ઉપર દાતરડાથી જીવલેણ હૂમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.