ગુજરાતમાં ક્યાંય ખાતરની અછત નથી
ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ બોર્ડ દ્વારા આંગણવાડી બહેનોને ગણવેશ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ, મંત્રી ભાનુબેન બાબરીયા અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ક્યાંય ખાતરની અછત નથી, કમોસમી વરસાદ પડે તો પણ ખેડૂતોને નુકસાન ન થાય તે માટેની વ્યવસ્થા કરી લેવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.