કૃષિ ક્ષેત્રે આશીર્વાદ રૂપ આવિષ્કાર. ૨૫૦૦ પાયલોટ ડ્રોન ફાળવવા દરેક જિલ્લાઓમાંથી મહિલાઓને પ્રાધાન્ય. "પુના ના શીવરી ડીજીસીએ માન્યતા પ્રાપ્ત પીબીસી એરો હબ રિમોટ પાયલોટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન દ્વારા ૧૫ દિવસની ટ્રેનિંગ માં ખેડૂત પુત્રી ઓએ પરીક્ષા આપી" - At This Time

કૃષિ ક્ષેત્રે આશીર્વાદ રૂપ આવિષ્કાર. ૨૫૦૦ પાયલોટ ડ્રોન ફાળવવા દરેક જિલ્લાઓમાંથી મહિલાઓને પ્રાધાન્ય. “પુના ના શીવરી ડીજીસીએ માન્યતા પ્રાપ્ત પીબીસી એરો હબ રિમોટ પાયલોટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન દ્વારા ૧૫ દિવસની ટ્રેનિંગ માં ખેડૂત પુત્રી ઓએ પરીક્ષા આપી”


કૃષિ ક્ષેત્રે આશીર્વાદ રૂપ આવિષ્કાર.

૨૫૦૦ પાયલોટ ડ્રોન ફાળવવા દરેક જિલ્લાઓમાંથી મહિલાઓને પ્રાધાન્ય.
"પુના ના શીવરી ડીજીસીએ માન્યતા પ્રાપ્ત પીબીસી એરો હબ રિમોટ પાયલોટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન દ્વારા ૧૫ દિવસની ટ્રેનિંગ માં ખેડૂત પુત્રી ઓએ પરીક્ષા આપી"

અમરેલી. દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના સપના ને તેમજ દેશના સહકાર મંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહ ના સહકારથી સમૃદ્ધિના સૂત્રને સાર્થક કરવા ઇફકો દ્વારા ખેડૂતોને સરળતાથી સુવિધા મળી રહે તે માટે ૨૫૦૦ ડ્રોન પાયલોટ તૈયાર કરી ડ્રોન ફાળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત દરેક જિલ્લાઓમાંથી મહિલાઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતમાંથી અમરેલી જિલ્લાના મહિલા સહકારી આગેવાન ખેડૂત પુત્રી ભાવનાબેન ગોંડલીયા ની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ઇફ્કો દ્વારા પ્રથમ ઓરલ ટેસ્ટ લીધા બાદ ગુજરાતમાંથી ૧૫ મહિલાઓને પુના ના શીવરી ખાતે ડીજીસીએ માન્યતા પ્રાપ્ત પીબીસી એરો હબ રિમોટ પાયલોટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન દ્વારા ૧૫ દિવસની ટ્રેનિંગ સાથે પરીક્ષાઓ લેવામાં આવી હતી. જેમાં અમરેલી જિલ્લાના મહિલા આગેવાન ભાવનાબેન ગોંડલીયા સહિત ૧૦ મહિલાઓ આ પરીક્ષામાં ઉતિર્ણ થઇ ગુજરાતનું ગૌરવ વધારેલ છે .જેમાં પાયલબેન ચૌહાણ મહુવા, પાયલબેન પટેલ સુરત ,અંકિતાબેન પટેલ પલસાણા, આશાબેન ચૌધરી બનાસકાંઠા ,અનિતાબેન ચૌધરી પાટણ, તેજલ બેન ઠાકોર બનાસકાંઠા ,ફેન્સી બા ઝાલા સુરેન્દ્રનગર ,ધ્રુવી બેન ચૌધરી સાબરકાંઠા ,હેપી બેન પટેલ કલોલ ગુજરાતના મીડીયમ કેટેગરી ડ્રોનના પ્રથમ પાયલોટ બની પ્રમાણપત્ર પ્રાપ્ત કરેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કુલ ૨૦ તાલીમાર્થીઓએ ભાગ લીધેલો હતો જેમાંથી ગુજરાત તથા મહારાષ્ટ્ર સંયુક્ત તાલીમમાં ગુજરાતના ૧૦ અને મહારાષ્ટ્રના બે મહિલા પાયલોટ બન્યા છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.