CCTVમાં વધુ 30 સ્થળે ગંદકી દેખાઈ, ફરિયાદ
મનપાએ આઈ વે પ્રોજેક્ટનો હવે ખરો ઉપયોગ શરૂ કર્યો
પાન-ફાકી ખાઈને થૂંકતા વધુ ચાર વાહનચાલકને ફટકારાયો ઈ-મેમો
રાજકોટ મહાનગરપાલિકાના આઈ વે પ્રોજેક્ટમાં 1000થી વધુ કેમેરા થકી 1450 સ્થળનું મોનિટરિંગ થાય છે આ ઉપરાંત તે સ્થળોએ કામ કરતા કર્મચારીઓની કામગીરી પણ ચકાસાઈ રહી છે. બે દિવસ પહેલાં કેમેરા ચકાસીને 23 સ્થળે ગંદકી હોવાનું જણાયું હતું તેથી જ્યાંથી મોનિટરિંગ થાય છે તે ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર મારફત જ મનપાના કોલ સેન્ટરમાં ફરિયાદ નોંધાવાઈ હતી અને 24 કલાકમાં સફાઈ કરવાની સૂચના અપાઈ હતી. તેમાં હવે ફરી વધુ ફરિયાદો નોંધાઈ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.