દુર્ઘટનાના બે મહિના બાદ RMCના ઇજનેરે માણસોની જીંદગી જોખમમાં મુકવા બદલ નોંધાવી ફરિયાદ
રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલ સર્વેશ્વર ચોકમાં વોકળા પરનો સ્લેબ ધરાસાય થવા મામલે અંતે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. દુર્ઘટના સર્જાયાના બે મહિના પછી એ વાત સામે આવી છે કે વોંકળા ઉપર થયેલ બાંધકામ ગેરકાયદેસર રીતે ઉભું કરવામાં આવ્યું છે. આ અંગે કોઈ મંજૂરી લેવામાં આવી નથી. એટલે કે વોકળા પરનું સંપૂર્ણ બાંધકામ ગેરકાયદેસર રીતે ઉભું કરાયેલ છે. રાજકોટ મનપાના એડીશનલ આસીસ્ટન્ટ એન્જીનીયર મુકેશભાઈ વાલાભાઈ રાઠોડએ વોંકળા ઉપર ગેરકાયદેસર રીતે મનપાની મંજૂરી લીધા વગર ગેરકાયદેસર બાંધકામ કરનાર તેમજ તપાસમાં ખુલે તે તમામ સામે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે એ ડિવિઝન પોલીસે IPC કલમ 304, 337, 338 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.