ધંધુકામાં આસ્થા ફાઉન્ડેશન યુવા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા 111 નવદંપતી એ પ્રભુતામાં પગલાં પાડ્યા. - At This Time

ધંધુકામાં આસ્થા ફાઉન્ડેશન યુવા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા 111 નવદંપતી એ પ્રભુતામાં પગલાં પાડ્યા.


ધંધુકામાં આસ્થા ફાઉન્ડેશન યુવા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા 111 નવદંપતી એ પ્રભુતામાં પગલાં પાડ્યા.

ધંધુકામાં આસ્થા ફાઉન્ડેશન દ્વારા માં બાપ વગરની 111 દિકરીઓના તૃતીય સમુહ યોજાયા

અમદાવાદ જીલ્લા ના ધંધુકા માં જનકપુરી હિંદવા હોટલની બાજુમાં યોજવામા આવ્ય હતાં સમુહલગ્નોત્સવમાં 111 નવદપંતિઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા. પ્રસંગે નવદંપતિને આશિર્વાદ આપવા માટે મોટીસંખ્યામા સંતો મહંતો, આગેવાનો અને લોકો ઉપસ્થિત રહયા હતા.

અમદાવાદ જીલ્લા ના ધંધુકામાં આસ્થા ફાઉન્ડેશન દ્વારા ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા આયોજીત સર્વજ્ઞાતીય સમુહ લગ્નોત્સવનું ઉદઘાટન જનકસિંહ સાહેબ અમરપામ છલાળાના હસ્તે કરાયું હતું. આ સમુહ લગ્નોત્સવમાં નવદુર્ગા સ્વરૂપ 9 કુવારી કન્યાનું પૂજન, હિન્દુ ધર્મના 33 કોટી દેવી દેવતાઓનો વાસ છે તેવા વંદનીય ગૌ માતાનું પ્રત્યક્ષ પુજન, ભારત માતા માટે વીરગતી પામનાર ધર્મેદ્રસિંહ પરમાર (ચુડા)ના દિકરીબા કાવ્યાભા પરમારનુ અને મહીપાલસિંહ વાળા (મોજીદડ)ના દિકરીબા વિરલબા વાળાનુ પુજન કરાયું હતું. સમુહ લગ્નોત્સવમાં 111 નવદંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.

અમદાવાદ જીલ્લાના ધંધુકામાં જનકપુરી હિંદવા હોટેલની બાજુમાં બગોદરા હાઈવે રોડ ઉપર ભવ્ય તુલસી વિવાહ અને સનાતન ધર્મ સર્વસમાજના 111 દિકરીઓના તૃતીય સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુહતુ. આ તુલસી વિવાહ ગુજરાતનો સૌથી મોટો વર્લ્ડ રેકોર્ડ થયો. તેમા ઠાકોરજી ભગવાનની ભવ્ય જાન 1008 ફોરવ્હીલમાં દાદાબાપુધામ પચ્છમ થી ધંધુકા જનકપુરી ધામ ખાતે પધારી હતી આ ઠાકોરજીની જાનનો પણ વર્લ્ડ રેકોડ થયો હતો.

40 અનાથ દિકરીઓનું કન્યાદાન

સમુહલગ્નોત્સવમાં 40 દિકરીઓ માતા-પિતાની છત્રછાયા વગરની, 20 દિકરીઓ માતા વગરની, 25 દિકરીઓ પિતા વગરની, 5 દિકરીઓ એવી કે જેઓની માતાને કેન્સર છે, 2 અપંગ દિકરીઓ અને દિકરીઓ કે જોઓને માતા-પિતા કે ભાઈ- બહેન નથી તેમજ આ 5 દિકરીઓ જેઓને માતા- પિતા કે ભાઈ-બહેનની છત્રછાયા નથી.

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.