હિંમતનગરમાં શ્રી ખડાયતા સમાજ દ્વારા શ્રી કોટીયર્ક પ્રભુનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો
હિંમતનગરમાં શ્રી ખડાયતા સમાજ દ્વારા
શ્રી કોટીયર્ક પ્રભુનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો
સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું
હિંમતનગર :
કારતક સુદ બારસ 24 નવેમ્બર ના રોજ કોટીયર્ક પ્રભુ નો પ્રાગટ્ય મહોત્સવ ખૂબ જ ધામધૂમથી હિંમતનગર શહેર શ્રી ખડાયતા સમાજ દ્વારા શહેરના ઉમા પાર્ટી પ્લોટ માં ઉજવણી કરવામાં આવેલ. ખડાયતા વૈષ્ણવ વણિક સમાજના ઈષ્ટદેવ તરીકે કોટીયર્ક પ્રભુને પૂજવામાં આવે છે. આ મહોત્સવના ભાગરૂપે મોટી સંખ્યામાં વૈષ્ણવો હાજર રહી કોટીયર્ક પ્રભુ ની આરતી ઉતારી પ્રસાદનો લાભ લે છે સાથે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો આપી તેમનું સન્માન કરવામાં આવેલ. સમાજની અન્ય પ્રવૃત્તિઓ વિશે પણ સમાજના શ્રેષ્ઠિઓએ વાત કરી નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી. સમાજના જ્ઞાતિબંધુઓ ઉત્તરો ઉત્તર પ્રગતિના સોપાનો સર કરે તેવી પણ શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે સમાજની મહિલાઓએ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ કીર્તનમાં ભાગ લીધો હતો તેમને પણ ઇનામો આપી સન્માન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમાજના પ્રમુખ ધવલભાઈ બી. શાહ, ટ્રસ્ટી રાકેશભાઈ એમ. શાહ, ઉપપ્રમુખ ડો. પંકજભાઈ શાહ, ભાવિનભાઈ શાહ, મંત્રી હેમંતભાઈ ધુવાડ, પ્રશાંતભાઈ શાહ, સહિત ડો. સમીરભાઈ શાહ, પરેશભાઈ શાહ, ચંદ્રકાંતભાઈ શાહ, જયપ્રકાશ શાહ, જતીનભાઈ મહેતા વગેરે અનેક શ્રેષ્ઠિઓ- મહિલાઓ સહિત સમગ્ર પરિવાર સાથે હાજર રહેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.