વામ્બે આવાસમાં સાળાના દીકરા, તેના મિત્રોએ મનોજ દુધરેજીયા અને તેની પત્ની પર હુમલો કર્યો
કાલાવડ રોડ પર વામ્બે આવાસમાં સાળાના દીકરા, તેના મિત્રો સહિત પાંચ લોકોએ મળી મનોજ દુધરેજીયા અને તેની પત્ની પર હુમલો કર્યો હતો. મનોજની સાસુને ભગવતીપરામાં રહેતો સાળો સાચવતો ન હોય તે બાબતે જૂની માથાકૂટ ચાલતી હતી, જેનો ખાર રાખી સામું કેમ જોવે છે તેમ કહીં માર માર્યો હતો.
રીક્ષા ચલાવતા મનોજભાઇ જયસુખભાઇ દુધરેજીયા (ઉ.વ.39, રહે.વામ્બે આવાસ યોજના કવાર્ટર, સમૃધ્ધીનગર, કાલાવાડ રોડ)એ ફરિયાદમાં જણાવ્યું કે, છેલ્લા બે વર્ષથી મારા સાસુ અનસોયાબેન પ્રભુદાસ મેસવાણીયા મારા સાળા અજયભાઇ સાથે રહેતા હતા. મારા સાસુને મારા સાળા મુકેશભાઈ રધુદાસ મેસવાણીયા સાચવતા નહોતા.
જે બાબતે અમારે કૌટુંબિક પ્રસંગોમાં પણ નાના - મોટી બોલાચાલી થતી હતી. ગઈકાલે બપોરે દોઢેક વાગ્યાની આસપાસ હુ મારા ઘરેથી છાસ લેવા માટે વામ્બે ક્વાર્ટરમાં જ આવેલ આશાપુરા જનરલ સ્ટોર ખાતે ગયેલો. પરત જતો હતો ત્યારે સાળા મુકેશના બે દીકરા અજય તથા જયદીપ (રહે.ભગવતીપરા મે.રોડ મહાકાળી નગર શેરી નં.2)ની ભગવતી નામની દુકાન વામ્બે ક્વાર્ટરમાં છે.
ત્યાં પહોંચતા મને જયદીપે કહેલ કે, શું કરવા સામે જોવેશ? તેમ કહી અજય તથા તેનો ભાઇ જયદીપ મારી પાસે આવીને મને ધક્કો મારેલ. તે દરમિયાન બીજા ત્રણ જણા જેમા સચીન ઉર્ફે બચ્ચો રમેશ બગડા, સુમીત ઉર્ફે કાનો વશરામ ચાવડીયા, તેનો ભાઈ પ્રતીક ઉર્ફે કલી(રહે. ત્રણેય વામ્બે આવાસ) આવી ગયેલ અને આ પાંચેય જણા મળી ને મને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા.
અપશબ્દો કહેવા લાગ્યા. મારા પત્ની નીતાબેન આવી જતા તેની સાથે પણ પાંચેય જણાએ ગાળાગાળી કરી હતી. અહીં રહેતા પાડોશી પ્રણવભાઈ કિરીટભાઇ ટાંક, તેના માતા વર્ષાબેન અમને છોડાવવા આવેલ. અજય પાસે પ્લાસ્ટીકની નળી હતી. તેનાથી મને કપાળના ભાગે મારી દીધેલ. મારી પત્નીને પણ જમણા હાથ મા ખંભાના ભાગે તથા આંગણીના ભાગે નળી મારી દેતા મુંઢ ઇજા થઈ હતી. મને શરીરે ઇજા થયેલ હોય સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરવા તજવીજ કરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.