હ્યુમન રાઈટ્સ કમિશનમાં નવી તારીખ ૨૨ ડિસેમ્બર ૧૦૮૦ – ધ લિગસી ઓફ મહાવીર ફિલ્મનો ચારેબાજુથી સખત વિરોધ
હ્યુમન રાઈટ્સ કમિશનમાં નવી તારીખ ૨૨ ડિસેમ્બર
૧૦૮૦ - ધ લિગસી ઓફ મહાવીર ફિલ્મનો ચારેબાજુથી સખત વિરોધ
૧૦૮૦- ધ લિગસી ઓફ મહાવીર ફિલ્મનો ચારેબાજુથી સખ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે. હ્યુમન રાઈટ્સ કમિશનમાં શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન દ્વારા કરવામાં આવેલી અપીલનું હિયરિંગ મુંબઈના કાર્યાલયમાં થયું હતું જેમાં હવે પછીની તારીખ ૨૨ ડિસેમ્બર આવેલી છે.
શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠને પોતાના રિજોઇન્ડરમાં સ્ટેટને પાર્ટી બનાવીને પોતાની નવી એફિડેવિટ ફાઈલ કરી હતી જે હ્યુમન રાઈટ્સ કમિશને સ્વીકારીને જૂની નવી બધી પાર્ટીને આ સુધારેલી પ્રત હાથોહાથ અથવા રજિસ્ટર્ડ એડીથઈ સર્વિસ કરવાની સૂચના આપી હતી. સીબીએફસી કેન્દ્ર સરકારના બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રીનાં વકીલો હાજર રહ્યા નહોતા પરંતુ પ્રોડ્યુસર મહાવીર ટોકિઝ વગેરેના વકીલો ઓનલાઈન હાજર હતા. આ ફિલ્મમાં ભગવાનનું અને ગણધરો તેમ જ સાધુ ભગવંતનું પાત્ર બોલીવુડનાં એક્ટર્સ ભજવી રહ્યા છે તેનો ચારેબાજુથી સખ્ત વિરોધ થઈ રહ્યો છે. શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠનનાં ટ્રસ્ટી શ્રી અશોકભાઈ કોરડિયા અને શ્રઈ જાંબલી ગલી જૈન સંઘના ટ્રસ્ટી શ્રી સ્નેહલભાઈ બાન્દ્રા કલેક્ટર ઓફિસમાં જઈને આવેદનપત્ર આપીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો કે જો આ ફિલ્મ રિલિઝ થશે તો જૈનોની ધાર્મિક લાગણી દુભાવવાને કારણે શાંત વાતાવરણ ડહોળાશે અને અહિંસક જૈનોએ નછૂટકે રસ્તા ઉપર આવીને હવે આનો અહિંસક વિરોધ કરવો પડશે.
શ્રી મુંબઈ જૈન સંગઠનના કન્વિનર - ટ્રસ્ટી નીતિન વોરા અને પ્રતિનિધિ મંડળે ઓલ્ડ કસ્ટમ હાઉસમાં પોતાનું આવેદનપત્ર આપીને આ ફિલ્મનો શેને માટે વિરોધ થઈ રહ્યો છે એ વિસ્તારથી સમજાવીને સરકારી અમલદારોને અવગત કર્યા છે.અમદાવાદ જૈન સંઘ સંગઠન દ્વારા પણ સખ્ત વિરોધ થઈ રહ્યો છે અને સમગ્ર અમદાવાદમાં આ માટે મોટા વિરોધ પ્રદર્શનોની તૈયારી થઈ રહી છે. સુરત ઉમરા જૈન સંઘના પરેશભાઈએ એક આવેદનપત્ર ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને આપેલ છે અને બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રીમાં આ વાત પહોંચાડવાની તાકીદ કરી છે.
સોશ્યલ મીડિયામાં અનેક પોર્ટલો ઉપર આ ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે. કેમ કે એકતિથિ, બે તિથિ, ત્રિસ્તુતિક, પાર્શ્વચંદ્રગચ્છ, અચલગચ્છ સહિત અનેક ગચ્છના પૂજનીય શ્રી ગચ્છાધિપતિશ્રીઓ અને પ્રવરસમતિએ આ ફિલ્મ રિલિઝ ન થવું જોઈએ તેવો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે. જે ખરતરગચ્છીય આચાર્ય ભગવંતની પ્રેરણાથી એ ફિલ્મ રિલિઝ થઈ રહ્યું છે તેમના ગચ્છાધિપતિ જિન મણિપ્રભસાગરજી મહારાજસાહેબ પણ પત્ર લખીને શ્રી જિનપિયુષસાગર મહારાજ સાહેબને ફરી વિચારણા કરવા વિનંતી કરી છે. હવે પછી ઘણાં મોટા પાયે સમગ્ર ભારતભરમાં આ ફિલ્મનાં વિરોધમાં દેખાવો - ધરણા થશે તેવી ભીતિ શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠને વ્યક્ત કરી છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.