જળ મંદિર માટે સામાજિક પહેલ બાલધા પરિવારની પુત્રવધુશ્રી પ્રીમાંશીની પીગી બેંક બનશે પાણીની બેંક
જળ મંદિર માટે સામાજિક પહેલ બાલધા પરિવારની પુત્રવધુશ્રી પ્રીમાંશીની પીગી બેંક બનશે પાણીની બેંક
રાજકોટ બાળકોને કોઈ પૈસા મળે તો એ પોતાના ગલ્લામાં નાખે છે. જેને પિગી બેંક કહેવામાં આવે છે. ગુજરાતમાં બાળગોપાલ બેંક પણ છે. જેમાં આવા ગલ્લામાં એકત્ર થતા પૈસા બેન્કમાં જમા થાય છે. પણ હવે પિગી બેંક પાણીની બેંક બની રહી છે. આશ્ચર્ય થશે કે, પિગી બેંક અને પાણીની બેંક બને વચ્ચે શું સબંધ? આવો સબંધ પ્રીમાંશીએ સ્થાપ્યો છે, શ્રીનાથગઢના અશોકભાઈ ભાલાળાની પુત્રી પ્રીમાંશીના લગ્ન પથભાઈ બાલધા સાથે થયા છે . લગ્નને એક વર્ષ થઇ ગયું પણ આ વર્ષ દરમિયાન પ્રીમાંશીને વહુ તરીકે, દીકરી તરીકે જે શુભેચ્છા કે ભેટ સ્વરૂપે આશીર્વાદ મળ્યા હોય એ બધા પૈસા એણે ભેગા કર્યા અને જે રકમ સારી એવી જમા થઇ . અને હવે એ રકમ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચાલતા ચેકડેમ નવસર્જન અભિયાન માટે આપવામાં આવેલ છે. રૂ. ૨૧,૦૦૦નો ચેક પ્રીમાંશીએ ગીરગંગા પરિવાર ટ્રસ્ટને અર્પણ કર્યો. હવે એ રકમ કોઈ ચેકડેમ બનાવવા વપરાશે. ચેકડેમ બીજું કઈ નથી પણ પાણીની બેંક છે. પાણી એમાં સંગ્રહાય છે અને જે ખેતી અને જીવસૃષ્ટી માટે ખુબ જ ઉપયોગી બને છે.
એક દીકરી દ્વારા આવું ખુબ જ સરસ કામ કર્યું છે અને બધી દીકરીઓં માટે પ્રેરણાદાયી કામ કર્યું છે. અગાઉ પણ એક દીકરીએ એના જન્મદિને રૂ. ૧૧,૦૦૦ ચેકડેમ માટે અર્પણ કર્યા હતા. જન્મદિન હોય, લગ્નની વર્ષગાંઠ હોય, સ્વજનની તિથી હોય ત્યારે થોડી રકમ ચેકડેમ અભિયાન માટે અર્પણ થાય તો ફાયદો તો સમાજને જ થવાનો છે. કારણ કે, પાણી વિના બધું નકામું છે, પાણી છે તો જીવન છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.