વિભૂતિ સન્માનમાં કલમ અને પુસ્તકો ભેટ સ્વરૂપે આપે તો એનો આનંદ એ કલમની ઉપાચક વ્યક્તિ જ જાણી ને માણી શકે
કોઈ સાહિત્યના ઉપાચક વ્યક્તિને કોઈ મહાન વિભૂતિ સન્માનમાં કલમ અને પુસ્તકો ભેટ સ્વરૂપે આપે તો એનો આનંદ એ કલમની ઉપાચક વ્યક્તિ જ જાણી ને માણી શકે.
એવી જ રીતે આજે મોટા લિલીયા *દિવ્ય ચેતના આશ્રમના તપસ્વીની એવા પૂજ્ય વસનદીદી* જે અઢાર વર્ષથી મૌનવ્રત રાખીને જે સાધનામાં બેઠા છે એમના હાથે સન્માનિત થતા ખૂબ જ હર્ષની લાગણી અનુભવી.
તેમજ દીદીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી.
એક લેખક તરીકે જ્યારે મને દીદીએ ફોન કરીને સન્માન માટે આમંત્રિત કર્યો ત્યારે ખૂબ જ આનંદ થયો પણ જ્યારે પૂજ્ય દીદીએ ભેટસ્વરૂપે કલમ અને પુસ્તકો આપ્યા ત્યારે ખૂબ અલગ પ્રકારની લાગણી અનુભવી.
બસ આમ જ સૌના આશીર્વાદ પ્રાપ્ત થાય તેવી આશા રાખું છું.
-વાઘાણી વિજય.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.