માધાપર-બેડીનાકા સબ ડિવિઝનમાં 25 ટિમ ચેકિંગ પર ઉતરી, 4 દિવસમાં 64.90 લાખની વીજચોરી ઝડપી
રાજકોટ શહેરમાં વીજચોરી ડામવા માટે PGVCL દ્વારા દરોડા કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે સતત પાંચમા દિવસે વહેલી સવારથી PGVCLની કોર્પોરેટ ટિમ દ્વારા રાજકોટ સિટી સર્કલ ડિવિઝન 2 હેઠળ માધાપર અને બેડીનાકા સબ ડિવિઝનના વિસ્તારમાં અલગ અલગ 25 ટિમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા 4 દિવસમાં કુલ 64.90 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે 18.21 લાખ, બીજા દિવસે 20.35 લાખ, ત્રીજા દિવસે 10.32 લાખ અને ચોથા દિવસે 16.02 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.