રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં મરચાં-મગફળીની આવક કાલથી ત્રણ દિવસ બંધ, ખેડૂતોને તાડપત્રી સાથે લાવવા અપીલ
ગુજરાત રાજ્યનાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં તા. 25થી 27 નવેમ્બર એમ ત્રણ દિવસ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની સંભાવના છે. જેને લઈને રાજકોટનાં માર્કેટિંગ યાર્ડનું તંત્ર અત્યારથી જ સતર્ક બન્યું છે. અને આવતીકાલથી ત્રણ દિવસ મરચા-મગફળીની આવક બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે જુના માર્કેટિંગ યાર્ડમાં શનિ-રવિ ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે. તો કપાસ રાખવા માટે પૂરતી વ્યવસ્થા હોવાથી તેની આવક ચાલુ રાખવામાં આવી છે. તેમજ સાવચેતીનાં ભાગરૂપે ખેડૂતોને તાલપત્રી રાખવા અપીલ કરવામાં આવી છે. જોકે, આ દિવસો દરમિયાન વાતાવરણ સારું રહેશે તો આવક શરૂ કરી દેવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.