સાબરકાંઠા જિલ્લામાં-: ચોરીની કાર અને ચાવીઓ સાથે ચાર ઝડપાયા,હિંમતનગરના મારુતિના શોરૂમના ગોડાઉનમાંથી કારની ચોરી કરી ફરાર તસ્કરોને પોલીસે ઝડપ્યા,આવતીકાલે એક આરોપીને કોર્ટમાં રજૂ કરાશે........ - At This Time

સાબરકાંઠા જિલ્લામાં-: ચોરીની કાર અને ચાવીઓ સાથે ચાર ઝડપાયા,હિંમતનગરના મારુતિના શોરૂમના ગોડાઉનમાંથી કારની ચોરી કરી ફરાર તસ્કરોને પોલીસે ઝડપ્યા,આવતીકાલે એક આરોપીને કોર્ટમાં રજૂ કરાશે……..


સાબરકાંઠા જિલ્લામાં-:
ચોરીની કાર અને ચાવીઓ સાથે ચાર ઝડપાયા,હિંમતનગરના મારુતિના શોરૂમના ગોડાઉનમાંથી કારની ચોરી કરી ફરાર તસ્કરોને પોલીસે ઝડપ્યા,આવતીકાલે એક આરોપીને કોર્ટમાં રજૂ કરાશે........
------------------------------------------------------------------------------------------------------------------------------------
સાબરકાંઠાના-:
હિંમતનગરના મારુતિના શો-રૂમના બાજુમાં આવેલા ગોડાઉનમાંથી 15 દિવસ પહેલા નવીન ત્રણ કાર ચોરી થઇ હતી.જેની ફરિયાદ નોંધાયા બાદ પોલીસને તપાસમાં ચાર ચોરીની કારની ચાવીઓ મળી આવી હતી.પોલીસે ચોરીની ચાર કાર સાથે ચાર જણાને હિંમતનગરથી ઝડપી લીધા હતા..

એ-ડિવિઝન પોલીસે ચારમાંથી ત્રણ આરોપીઓને ગુરુવારે કોર્ટમાં રજૂ કર્યા હતા.કોર્ટે ત્રણેય આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા.જ્યારે એક આરોપીને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે..

આ અંગેની વિગત એવી છે કે હિંમતનગરના ગઢોડા ગામની સીમમાં આવેલા કિરણ મોટર્સના શો-રૂમની બાજુમાં આવેલા ગોડાઉનમાંથી 15 દિવસ દરમિયાન નવીન ત્રણ કાર ચોરી થયા અંગેની જાણ સ્ટોકની ગણતરી કરતા ખબર પડી હતી.જેને લઈને એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે દિવસ પહેલા મારુતિ કંપનીની સીએનજી બ્રેઝા કાર કિંમત 9.24 લાખ,ગ્રે કલરની સીએનજી મારુતિ સ્વિફ્ટ કાર કિંમત રૂપિયા 7.85 લાખ અને સફેદ કલરની બલેનો ઝેટા સીએનજી કાર કિંમત રૂપિયા 9.28 લાખ મળી કુલ રૂપિયા 26.97 લાખના ત્રણ નવા વાહન ચાલુ કરી ચોરી થયા અંગેની ફરિયાદ નોંધાઇ હતી.એ-ડિવિઝન પોલીસે ચોરીનો ગુનો નોંધ્યા બાદ સીસીટીવી આધારે તપાસ હાથ ધરી હતી.જેને લઈને પોલીસને ત્રણ ચોરીના કાર સામે ચાર ચોરી થયેલી કાર સાથે ચાવીઓ પણ મળી આવી હતી.પોલીસે ચાર ચોરીની કાર અને ચાવીઓ કબજે લઈને હિંમતનગર શહેરના ત્રણ સહિત ચાર યુવાનોને ઝડપી લીધા હતા.યુવાનો ગોડાઉનમાં કાર દેખવા ગયા બાદ એક કારમાં મુકેલી ગોડાઉનમાં મુકેલી કારની ચાવીઓમાંથી કેટલીક ચાવીઓ ચોરી કરી લઇ આવ્યા હતા.ત્યાર બાદ એક પછી એક ચાર કાર ચોરી કરી હતી..

જેને લઈને પોલીસે ચાર કાર સાથે ચાવીઓ પણ કબજે લીધી લઈને વધુ તપાસ હાથ ધરી છે.બીજી તરફ એ-ડિવિઝન પોલીસે ચોરીની કાર સાથે ઝડપાયેલા ચારમાંથી ત્રણ જણાને ગુરુવારે કોર્ટમાં રજૂ કર્યા હતા.જ્યાં કોર્ટે ત્રણના જામીન પણ મંજૂર કર્યા હતા.જ્યારે વધુ એક હિંમતનગરના ધાણધામાં જૈનમ ગ્લાસની બાજુમાં રહેતા દીપક સુથારને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.ઝડપાયેલા આરોપીઓ જેમાં ચિરાગભાઈ દિનેશભાઈ શાહ ઉવ-39 રહે (અરુણ પરીખના દવાખાના સામે,વખારીયાવાડ, હિંમતનગર),--અર્પણ મનોજકુમાર રાવલ-ઉવ-21 રહે (32, સુખ સાગર સોસાયટી,ગોકુલનગર, હિંમતનગર),---સંજયસિંહ કિર્તીસિંહ પરમાર-ઉવ-23 રહે (તાજપુરી પ્રાથમિક શાળા પાસે,હિંમતનગર),----દીપક નરેન્દ્રકુમાર સુથાર-ઉવ.22-રહે (જૈનમ ગ્લાસની બાજુમાં,ધાણધા,હિંમતનગર).

રિપોર્ટર-:
શાહબુદ્દીન શિરોયા
સાબરકાંઠા....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.