વડનગર ખાતે તાનારીરી મહોત્સવ તાનારીરીની સંગીત સમારોહ 2023 નો સમાપન સમારંભ યોજાયો - At This Time

વડનગર ખાતે તાનારીરી મહોત્સવ તાનારીરીની સંગીત સમારોહ 2023 નો સમાપન સમારંભ યોજાયો


વડનગર ખાતે તાનારીરી મહોત્સવ તાનારીરીની સંગીત સમારોહ 2023 નો સમાપન સમારંભ યોજાયો

સમાજના કલારત્નોને પ્રોત્સાહિત કરવા સરકારનું ગૌરવ – આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ
મહોત્સવના બીજા દિવસે સપ્તક વૃંદ તેમજ કલાકાર શ્રી એશ્વર્યા વારિયર રીયા સુજાત ખાન અને મંજુષા પાટીલ રંગત જમાવી

મહેસાણા 22 મી નવેમ્બર 2023
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા ગુજરાત સંગીત નાટ્ય અકાદમી અને જિલ્લા વહીવટી તંત્ર મહેસાણાના સંયુક્ત ઉપક્રમે ગુજરાતની અલૌકિક સંગીત બેલડી તાનારીરીની સ્મૃતિમાં તાનારીરી સંગીત સમારોહ 2023 નો આજરોજ સમાપન સમારોહ યોજાયો હતો .....
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલની અધ્યક્ષામાં યોજાયેલા તાનારીરી સંગીત સમાપન સમારોહમાં સપ્તક વૃંદના સમૂહ ગાયન તથા વાદન ,સપ્તક વૃંદના સમૂહ ગાયન તથા વાદન તેમજ સુશ્રી ઐશ્વર્યા વારિયરના શાસ્ત્રીય નૃત્ય એ અને શ્રી સુજાત ખાનના સિતાર વાદને કલા પ્રેમીઓને ડોલાવ્યા હતા તેમજ સુશ્રી મંજુષા પાટીલના શાસ્ત્રીય ગાયનની સમારોહમાં રંગત જમાવી હતી...
આ તકે કલા રસિકો અને સંસ્કૃતિ પ્રેમીઓને ઉદબોધન કરતા આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલે મનનીય પ્રવચન આપતા જણાવ્યું હતું કે ,વડનગરનો ઇતિહાસ કલા અને ધર્મનિષ્ઠાઓનું યુગ ઓળખ બને તેવી તવારીખો અને વ્યક્તિત્વથી સુશોભિત વડનગર છે. ભક્ત કવિ નરસિંહ મહેતા ની પુત્રી શર્મિષ્ઠાની દીકરીઓ તાના અને રીરીએ સંગીત માટે આપેલા બલિદાનને અમર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2003 થી તાનારીરી મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે .કલા પ્રેમી અને સાહિત્ય પ્રેમી એવા નરેન્દ્રભાઈ મોદીએ સમાજના કલારત્નોને પ્લેટફોર્મ પૂરું પાડવા અને સમાજને કલાનું સન્માન કરાવવા માટે પ્રારંભ કરેલા આ મહોત્સવ થી વડનગર તાનારીરી મહોત્સવ થી જીવંત થઈ ઊઠે છે. ભારતની સમૃદ્ધિ અને શક્તિ, ભારતનું શસ્ત્ર અને શાસ્ત્ર આ સાથે સોનાની ચીડિયા વાળો ભારત આજે નિર્ભીક ભારત બનીને વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે ત્યારે કેવળ ભક્તિ નહીં પણ તન્મયતા નું સંગીત જ્યારે તાનારીમાંથી પીરસાતું હોય ત્યારે પ્રાચીન વાદ્યો સાથે આધુનિક વાદ્યોના જગતમાં સંગીત ભુલાય નહીં તેવું આ પ્લેટફોર્મ દેશના અને કલા જગતના પ્રસિદ્ધ અને લોકપ્રિય કલાકારો માટે આગવું પ્લેટફોર્મ પૂરી પાડે છે. તેમજ કલા રસિકો માટે અમૃતપાન કરાવે છે.
સમાપન સમારોહના સ્વાગત પ્રવચનમાં કલેકટર શ્રી એમ.નાગરાજને જણાવ્યું હતું કે, કલાનગરી વડનગરમાં સંગીતબેલડી તાના અને રીરીના બલિદાનની યાદમાં રાજ્ય સરકાર દ્વારા યોજાતા તાનારીરી મહોત્સવમાં કલા રસી કોનો પ્રેમ અને ઉત્સાહ જોઈને આનંદ થાય છે. કલા અને કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે તાનારીરી મહોત્સવ વિશેષ પ્લેટફોર્મ છે. ત્યારે આ પ્લેટફોર્મના માધ્યમથી કલાકારો ,કલા વૃંદો અને કલાપ્રિયોને પણ આ મનગમતું સ્થળ છે. જેમાં રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર પણ ઉત્સાહિત છે .
ઉલ્લેખનીય છે કે તાનારીરી મહોત્સવ ના બીજા દિવસે સમાપન સમારોહમાં કલા પ્રેમીઓ ઉત્સાહપૂર્વક સંગીત ગાયન વાદન માણી રહ્યા હતા.
આ પ્રસંગે સર્વશ્રી અગ્રણી સોમાભાઈ મોદી , સપ્તક વૃંદના કલાકારો ,એશ્વર્યા વરિયાર, સુજાત ખાન, મંજુષા પાટીલ તેમજ તેમના સહ કલાકારો અને નિવાસી અધિક કલેકટર શ્રી ઇન્દ્રજીતસિંહ વાળા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો.ઓમ પ્રકાશ ,અધિક કલેકટર શ્રી સભ્ય સચિવ શ્રી ઋષિન ભટ્ટ ,જીલ્લા વિકાસ એજન્સીના નિયામકશ્રી એચ.એમ.ચાવડા તેમજ વિસનગર પ્રાંત શ્રી દેવાંગ રાઠોડ,શ્રી અજય બારોટ તેમજ જિલ્લા અને વડનગર તાલુકાના અગ્રણી પદાધિકારીશ્રીઓ અને અધિકારી સર્વશ્રીઓ, કલાપ્રેમી જનમેદની સાથે ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.