ઇન્ડિયન મેડિકલ એસોસિએશન બોટાદ શાખા દ્વારા બાયોવેસ્ટ મેનેજમેન્ટ વિષય પર સેમિનારનું આયોજન - At This Time

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન બોટાદ શાખા દ્વારા બાયોવેસ્ટ મેનેજમેન્ટ વિષય પર સેમિનારનું આયોજન


ઇન્ડિયન મેડિકલ એસોસિએશન બોટાદ શાખા દ્વારા બાયોવેસ્ટ મેનેજમેન્ટ વિષય પર સેમિનારનું આયોજન

જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોય તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાનિયાના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત બોટાદ જિલ્લાની વિવિધ સેવાભાવી સંસ્થાઓ,હોસ્પિટલો,શાળાઓ સહિત અનેક સ્થળો ખાતે સ્વચ્છતાની ઝુંબેશરૂપ કામગીરી કરવામાં આવી રહી છે.સ્વચ્છતા હી સેવા મિશન અંતર્ગત અન્વયે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન બોટાદ શાખા દ્વારા વડોદરીયા હોસ્પિટલ ખાતે બાયોવેસ્ટ મેનેજમેન્ટ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સેમિનારમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન બોટાદ શાખાનાં પ્રેસિડન્ટ ડો.તુષાર રોજેસરા,ડો.અનિલ કાકડીયા,ડો.રવિરાજ ભરાઈ,ડો.મિતેષ જસાણી,વડોદરિયા હોસ્પિટલના ટ્રસ્ટીઓ,સ્ટાફ તથા બાયો વેસ્ટ કમિટીનાં સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.