ભાવનગર ડિવિઝનના બોટાદ સહિત 5 કર્મચારીઓને પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર દ્વારા સેફ્ટી એવોર્ડથી સન્માનિત કરાયા - At This Time

ભાવનગર ડિવિઝનના બોટાદ સહિત 5 કર્મચારીઓને પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર દ્વારા સેફ્ટી એવોર્ડથી સન્માનિત કરાયા


ભાવનગર ડિવિઝનના બોટાદ સહિત 5 કર્મચારીઓને પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર દ્વારા સેફ્ટી એવોર્ડથી સન્માનિત કરાયા

પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રે વેસ્ટર્ન રેલ્વેના ભાવનગર ડીવીઝનના 05 કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી દ્વારા સંરક્ષિત ટ્રેન સંચાલનમાં યોગદાન બદલ સન્માનિત કર્યા હતા.આ કર્મચારીઓને ઑક્ટોબર,2023 દરમિયાન ફરજ પરની તેમની સતર્કતા અને અપ્રિય ઘટનાઓને રોકવાના પરિણામે સંરક્ષિત ટ્રેન સંચાલન સુનિશ્ચિત કરવામાં તેમના યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.ટ્રેનમાંથી સ્પાર્ક અથવા ધુમાડાની શોધ અને સમયસર માહિતી વગેરે જેવા સલામતી સંબંધિત કાર્યો કરીને ટ્રેનનું સલામત સંચાલન સુનિશ્ચિત કરવામાં ઉત્સાહ અને પ્રતિબદ્ધતા દર્શાવી.સન્માનિત થનાર કર્મચારીઓ આ પ્રમાણે છેઃ ઋષિકુમાર દીપકકુમાર ત્રિવેદી(લોકો પાયલોટ ગુડ્સ-બોટાદ),યુવરાજ સિંહ ગોહિલ(ટ્રેક મેઈન્ટેનર-નિંગાળા),અવધ કિશોર પાસવાન (સિનિયર સેક્શન ઈજનેર નિંગાળા), સહિતના તમામ જીએમ એવોર્ડ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે ભાવનગર ડિવિઝનને તમામ પુરસ્કાર વિજેતાઓ પર ગર્વ છે જેમણે તેમની ત્વરિત કાર્યવાહી અને તકેદારીથી કોઈપણ અનિચ્છનીય બનાવની શક્યતાને રોકવામાં મદદ કરી હતી.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.