મને માથાનો દુ:ખાવો થતો હોવાથી હું આપઘાત કરૂં છું, સ્યુસાઈડ નોટ લખી રાજનગરના યુવકે ફાંસો ખાઈ લીધો - At This Time

મને માથાનો દુ:ખાવો થતો હોવાથી હું આપઘાત કરૂં છું, સ્યુસાઈડ નોટ લખી રાજનગરના યુવકે ફાંસો ખાઈ લીધો


મને સતત રહેતો માથાનો દુ:ખાવો હવે સહન નથી થતો હોવાથી હું આપઘાત કરૂં છું તેમ સ્યુસાઈડ નોટ લખી રાજનગરના કલ્પેશ ભંડેરી નામના યુવાને શિવધારામાં આવેલ પોતાની ચાંદીની ભઠ્ઠીના કારખાનામાં ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધુ હતું. બનાવથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ 80 ફુટ રોડ પર રાજનગર સોસાયટી-1માં રહેતા કલ્પેશભાઈ જાદવજીભાઈ ભંડેરી (ઉ.35) આજરોજ સવારના 7 વાગ્યે તેના આર્યનગર મેઈન રોડ ઉપર 1/12ના ખુણે આવેલ શિવધારા કાસ્ટીંગ નામની ચાંદીની ભઠ્ઠીના કારખાનામાં જઈ લોખંડના એંગલમાં દોરી વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે કારખાનામાં કામ કરતા શ્રમિકોને જાણ થતા તાત્કાલિક 108ને જાણ કરી હતી.
દોડી આવેલ 108ની ટીમે યુવાનને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે જાણ થતા પરીવારજનો અને બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થણે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી બનાવનું કારણ જાણવા પરીવારજનોની પૂછપરછ હાથ ધરી હતી.
વધુમાં મળેલ વિગત મુજબ મૃતક કલ્પેશભાઈ બે ભાઈ એક બહેનમાં નાના તેમજ સંતાનમાં 12 વર્ષનો એક પુત્ર છે. તેમના કારખાનામાંથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેને સતત માથાનો દુ:ખાવો થતો હોવાથી અંતિમ પગલુ ભર્યાનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસે સ્યુસાઈડ નોટ કબ્જે કરી વધુ તપાસ આદરી હતી. બનાવથી પરીવારમાં કલ્પાંત સાથે શોકનું મોજુ ફરી વળ્યું હતું.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.