મેડીકલ ડીગ્રી વિના જનતાના આરોગ્ય સાથે ચેડા કરનાર બોગસ ડોકટરને ઝડપી લેતી અરવલ્લી જીલ્લા એસ.ઓ.જી.પોલીસ ટીમ.
શ્રી સી.એફ.રાઠોડ I/C પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી અરવલ્લી-મોડાસા નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.અરવલ્લી મોડાસાના સ્ટાફના માણસો આંબલીયારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.પો.કો રાકેશસિંહ બાલુભા બ.નં.૪૫૨ નાઓને મળેલ બાતમી અન્વયે મહેશસિંહ ચંદુસિંહ સોલંકી રહે. રોજડ તા.તલોદ જી.સાબરકાંઠાનાઓ આંબલીયારા પો.સ્ટે.વિસ્તારમા આવેલ વજેપુરા ગામે તેમજ તેની આજુબાજુ આવેલ ગામોમાં કોઇપણ જાતના મેડીકલ ડીગ્રી કે સર્ટીફીકેટ વગર ડોકટર તરીકેનુ રૂપધારણ કરી બીમાર લોકોને તપાસી એલોપેથીક દવાઓ રાખી બીમાર લોકોના સ્વાસ્થ્ય સાથે બેદરકારી ભર્યું કૃત્ય કરી તેમજ ગે.કા. મેડીકલ પ્રેકટીસ કરી દવા તથા સાધનોથી બિમાર વ્યક્તિઓને પોતે ડોકટર નહિ હોવા છતાંયે તપાસી છેતરપીંડી કરી દવા, ગોળી, મેડીકલ સાધનો કિ.રૂ. ૩૫૧૮.૫/- ના મુદ્દામાલ સાથે મળી આવી પકડાઇ જઇ ગુન્હો કરેલ હોઇ આંબલીયારા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૮૮૦૦૧૨૩૦૩૧૭/૨૦૨૩ ઇ.પી.કો. કલમ.૪૧૯ તથા ધી ગુજરાત રજિસ્ટર મેડીકલ પ્રેક્ટ્રીસ એક્ટ ૧૯૬૩ ની કલમ.૩૦ મુજબ ગુન્હો રજીસ્ટર કરી અટકાયત કરવામાં આવેલ છે.
આમ એસ.ઓ.જી.અરવલ્લી-મોડાસા દ્વારા બોગસ ડોકટરને ઝડપી લઇ સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે.
ધરપકડ કરાયેલ આરોપી-
મહેશસિંહ ચંદુસિંહ સોલંકી રહે. રોજડ તા.તલોદ જી.સાબરકાંઠા.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.