રાજકોટ રહેતી ત્યકતા સાથે કારખાનામાં લગ્નની લાલચે દુષ્કર્મ: ફરિયાદ
રાજકોટ રહેતી ત્યકતા સાથે રાજકોટ નજીક મેટોડાના કારખાનામાં કેશોદની ત્યકતા યુવતી સાથે લગ્નની લાલચે દુષ્કર્મ ગુજારાયું હોવાની ફરીયાદ મેટોડા જીઆઈડીસી પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. રાજકોટના યુનિવર્સિટી રોડ વિસ્તારમાં હાલ પીજીમાં રહેતી મુળ કેશોદની 34 વર્ષીય યુવતીએ ફરીયાદમાં જણાવ્યા મુજબ અગાઉ તેના લગ્ન થયેલા પણ ત્યાંથી છુટું કરી નાખ્યું હતું.
જે પછી તેમની જ જ્ઞાતિના યુવક જય ભરતભાઈ સંતોકી (રહે. મેટોડા ઈન્કોરા કંપનીમાં મુળ જામજોધપુર- જી.જામનગર) સાથે સંપર્ક થયો હતો. જય મેટોડાના ગેઈટ નં.2માં આવેલી ઈન્કોરા કંપનીમાં નોકરી કરતો હતો. પરીચય બાદ બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. નિકટતા વધતા બન્નેએ લગ્ન કરી લેવાનું નકકી કર્યું હતું. આ દરમિયાન યુવકે પોતાના જામજોધપુર રહેતા પરીવારજનોને પણ જાણ કરી હતી. યુવકનો પરીવાર સહમત થતા જલ વિધિ પણ કરાઈ હતી.l
આ દરમિયાન યુવકે લગ્ન કરીશું તેવી લાલચ આપી જામજોધપુર ખાતે તેના ઘરે, મેટોડાની ઈન્કોરા કંપનીની ઓરડીમાં, મેટોડાની ધ ગ્રાન્ડ રીયો હોટલમાં અવાર નવાર શરીર સંબંધ બાંધ્યો હતો. જે પછી યુવક આરોપીએ લગ્ન કરવાની ના પાડી દેતા યુવતીએ ફરીયાદ નોંધાવી છે. મેટોડા જીઆઈડીસી પોલીસના પીએસઆઈ કે.એ. જાડેજાએ આઈપીસી 376 (2) (એન) મુજબ ગુનો દાખલ કર્યો છે. આરોપીની ધરપકડ કરવા તજવીજ કરાઈ છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.