રાજકોટમાં સચિવાલયમાં ઓળખાણ હોવાથી રૂપિયા 12 લાખમાં નોકરી અપાવવાનું કહી યુવક પાસેથી કટકે કટકે 10 લાખ પડાવી લીધા
સરકારી નોકરીની લાલચે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના યુવાન સાથે 10 લાખ રૂપિયાની છેતરપિંડી થયાનું સામે આવ્યું છે. રાજકોટ જિલ્લાના પાટણવાવ પોલીસ સ્ટેશને નવનીત રામાણી અને નિકુંજ નામના વ્યક્તિ વિરુદ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાત અને કાવતરા સહિતની કલમો ઉમેરી રવિરાજ કુંડારિયા નામના યુવાનની ફરિયાદ પરથી આરોપી નવનીત રામાણીની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપીએ સચિવાલયમાં ઓળખાણ હોવાથી રૂપિયા 12 લાખમાં નોકરી અપાવવાનું કહી યુવક પાસેથી કટકે કટકે 10 લાખ પડાવી લીધા હતા અને ખોટા સહી-સિક્કા સાથે સરકારી નોકરી મળ્યાનો બોગસ લેટર પણ આપ્યો હોવાનું સામે આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.